Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

દ્વારકામાં ફુલડોલ ઉત્સવમાં ગુંજયા 'જય રણછોડ'ના નાદ

દ્વારકા : યાત્રાધામમાં દરેક ધાર્મિક ઉત્સવની ઉજવણી ધાર્મિક માહોલ અને ભાવના સાથે ઉજવાય છે. ગઇકાલે દ્વારકાધીશ જગત મંદિરમાં ફુલડોલ ઉત્સવ નિમિતે લાખો ભાવિકોએ બપોરે ર થી ૪ વાગ્યા સુધી 'જય રણછોડ' ના શુભ નાદ સાથે કાળીયા ઠાકોરના સાંનિધ્યમાં અબીલ - ગુલાલની છોળો રેલાવી ધર્મમય વાતાવરણમાં રંગેચંગે ફુલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દિન-પ્રતિદિન દ્વારકા દર્શનનું મહત્વ સતત વધતું જતું હોય લાખો ભાવિકો પગપાળા અને અન્ય માર્ગે દ્વારકા આવેલ હોય હજારો ભાવિકોએ ભગવાનની સાથે ફુલડોલ ઉત્સવ મનાવી જાણે કાન્હા સાથે રંગે રમ્યાનો અનેરો ઉત્સાહ ચોમેર જોવા મળ્યો હતો. આ તકે નવા-નાવીક બચાવ કામગીરી માટે તૈયાર રખાયા હતાં. (તસ્વીર - અહેવાલ : વિનુભાઇ સામાણી (દ્વારકા), ભાવેશ ભોજાણી (ગોંડલ)

(12:07 pm IST)