Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

સુપેડીમાં જુગાર રમતા ૮ શખ્સોને ૧ લાખની રોકડ સાથે ઝડપી લીધા

ધોરાજી, તા.૨૩: સુપેડી ખાતેથી પો.ઈન્સ. વી એચ જોશીના માર્ગદર્શન હેઠળ PSI જે બી મીઠાપરા તેમજ હોળીના તહેવાર નિમિત્તે ધોરાજી પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમીયાન પોલીસ ઇન્સ્પેકટર વી એચ જોષીને ખાનગી રાહે હકીકત મળેલ કે સુપેડી ગામે સરદાર સોસાયટીમાં જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત મળેલ જે આધારેઆરોપી જિગનેશ પરસોતમભાઈ વિરમગામમાં તથા રોશન નવીનભાઈ ગોવાણી તથા મયુરભાઈ પ્રવીણભાઈ કોરડીયા તથા સંજયભાઈ નાનાલાલ ભૂત તથા ધર્મેશ પરસોત્તમભાઈ વિરમગામમાં તથા હિરેનભાઈ પરસોત્તમભાઈ કાલરીયા તથા મહેશભાઈ દેવજીભાઈ ગોવાણી તથા વિવેક જીતેન્દ્રભાઈ ગોવાણીને રોકડા રૂપિયા ૧,૦૭,૧૫૦/ તથા મોબાઈલ નંગ ૬ કિંમત રૂપિયા ૨૪૦૦૦/- મળી કુલ રૂપિયા ૧૩૧૧૫૦/- સાથે પકડી પડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(12:00 pm IST)