Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ભાવનગરના ત્રાપજમાં ૪ લાખનો દારૂ પકડાયો

ભાવનગર તા. ર૪ :.. અલંગ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન ત્રાપજ ગામે ઇ-ચા. પોલીસ ઇન્સ. વી. એ. સેંગલ અલંગ પો. સ્ટે. ને બાતમી મળેલ કે, ત્રાપજ ગામે ત્રાપજથી સથરા જવાના રસ્તે બપાડા ખાતા તરીકે ઓળખાતી સીમમાં હરપાલસિંહ ટપુભા ગોહીલ તથા દિવ્યરાજસિંહ ઉર્ફે કડી બળભદ્રસિંહ ગોહીલે વાડીમાં દારૂનો જથ્થો વેંચાણ અર્થે રાખેલ છે. જેથી તુરંત જ રેઇડ કરતાં આરોપી હરપાલસિંહ કાંટાની વાડ કુદી ભાગી ગયેલ. અને વાડીમાં આવેલ ઓરડી પાછળ ઝાડની ડાળીઓના ઢગલા નીચે સીલપેક પેટીઓમાં બોટલો નંગ ૧૦પ૩ તથા ટીનની સીલપેક પેટીઓમાં બિયર ટીન નંગ ૧૦૦ર મળી કુલ કિ. રૂ. ૪,૧૬,૧૦૦ નો મુદામાલ મળી આવેલ છે.

આ કામગીરીમાં ડી. વી. વાળા તથા વી. જે. ચૌહાણ તથા પિનાંકભાઇ બારૈયા તથા પોપટભાઇ શિયાળ તથા પો. કોન્સ. નિકુંજભાઇ મહેરા વિગેરે હતાં. આમ ઇંગ્લીંશ દારૂનો મોટો જથ્થો પકડી પાડી ઉપરોકત મજકુર બન્ને આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

 

(11:57 am IST)