Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

વિંછીયામાં પુત્રના ધરાર લગ્ન કરવા પિતાએ યુવતી અને તેના માતા-પિતા પર ઝેરી દવા છાંટી

યુવતી હેતલ, તેના માતા કૈલાશબેન અને પિતા મુન્નાભાઈ રાજકોટ સારવારમાં

રાજકોટ, તા. ૨૩ :. વિંછીયાના બોટાદ રોડ પર પુત્ર સાથે લગ્ન કરવા માટે યુવતી અને તેના માતા-પિતાને દબાણ કરી કોળી શખ્સે યુવતી અને તેના માતા-પિતા સાથે ઝઘડો કરી આંખમાં ઝેરી દવા છાંટી દેતા ત્રણેયને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

મળતી વિગત મુજબ વિંછીયાના બોટાદ રોડ પર રહેતા મુન્નાભાઈ મયુરભાઈ જતાપરા (ઉ.વ.૩૮), પત્ની કૈલાશબેન મુન્નાભાઈ જતાપરા (ઉ.વ. ૨૫) અને તેની પુત્રી હેતલ (ઉ.વ.૧૮) ગઈકાલે પોતાના ઘરે હતા ત્યારે વિંછીયાના કંધેવાડીયા ગામમા રહેતો ઘનશ્યામ કેશુ પડાણી નામનો કોળી શખ્સ ઘરે આવી ઝઘડો કરી યુવતી અને તેના માતા-પિતા ઉપર ઝેરી દવા છાંટી ભાગી ગયો હતો. બાદ ત્રણેયને આંખમાં અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં હોસ્પીટલના બીછાનેથી કૈલાશબેને જણાવ્યુ કે પતિ અને પુત્રી ત્રણેય ઘરે હતા ત્યારે ઘનશ્યામ પડાણી ઘરે આવી અને કહેલ કે 'મારા દીકરા પ્રકાશ સાથે તારી દીકરીના લગ્ન કરાવવા છે' તેમ કહેતા અમે લગ્નની ના પાડતા તે ઉશ્કેરાય જઈ ઝેરી દવા ત્રણેયના મોઢા ઉપર છાંટી દીધી હતી. આ બનાવ અંગે વિંછીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:54 am IST)
  • આતંકી હુમલાનો જવાબ ન આપવો જોઈએ : સેના સામે સવાલો ઉઠાવવો કેટલો યોગ્ય? : શ્યામ પિત્રોડાના સવાલો પર અમિત શાહના પ્રહારોઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આતંકવાદ અને અલગવાદ ખતમ કરવા કાર્યવાહી થઈ છે : આતંકી હુમલાનો જવાબ ન આપવો જોઈએ : કોંગ્રેસને સવાલો પૂછતા કહ્યું કે પાકિસ્તાન સાથે વાતચીત કરવા અંગે સહમત છો? રાહુલ ગાંધી દેશની જનતાને જવાબ આપે : સેનાની સામે સવાલો ઉઠાવવા કેટલા યોગ્ય ? રાહુલ ગાંધી જનતાની માફી માગે : યુપીએ સરકારે કેમ પાકિસ્તાન સામે કાર્યવાહી ન કરી access_time 3:18 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કર્ણાટકની દક્ષિણ બેંગાલુરૂની બેઠક ઉપરથી પણ ચૂંટણી લડશે તેવા સંકેતો ભાજપ હાઈ કમાંડે આપ્યાનું જાહેર થયું છે : ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ ડો. મુરલીધર રાવે કર્ણાટક ભાજપ નેતાઓને જરૂરી તૈયારીઓ માટે એલર્ટ કરી દીધાનું જાહેર થયું છે : નરેન્દ્રભાઈ તેમની પરંપરાગત વારાણસીની બેઠક ઉપરાંત હવે બીજી બેઠક દક્ષિણ ભારતમાંથી લડશે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે : આ પહેલાની ચૂંટણી નરેન્દ્રભાઈ વારાણસી ઉપરાંત બરોડાથી લડયા હતા અને રેકર્ડબ્રેક માર્જિનથી ચૂંટાયા હતા : આઆ વખતે નરેન્દ્રભાઈ રાજકોટથી લડશે તેવી પણ ભારે ચર્ચા હતી access_time 12:58 am IST

  • અબુધાબીમાં ભારે વરસાદઃ કાતિલ પવન અને દરીયો તોફાની થવાની સંભાવનાઃ દુબઇઃ આજે સવારે અબુધાબીમાં ભારે વરસાદ પડતા લોકો ચોંકી ઉઠયા હતાં: કાતિલ પવન અને દરીયો તોફાની બનવાની શકયતા છેઃ હવામાન ખાતાએ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરેલ છે આજે સવારે દુબઇમાં પણ વરસાદ પડતા વાતાવરણ ઠંડુ બન્યું હતું access_time 3:17 pm IST