Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

જામનગર જી.જી. હોસ્પિટલમાં બિનવારસુ હાલતમાં યુવકની લાશ મળી

જામનગર તા. ૨૩ : અહીં ગાંધીનગર સાંઈબાબાના મંદિરની બાજુમાં રહેતા હિતેષભાઈ લાલગીરી ગોસાઈ, ઉ.વ.૩૪ એ સીટી બી- ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, એમ્બ્યુલન્સ ડ્રાઈવર રૂમની સામે, જામનગરમાં કોઈ અજાણ્યો પુરૂષ ઉ.વ.આ.૪પ થી પ૦ વાળો કોઈ અગમ્ય કારણોસર જી.જી.હોસ્પિટલમાં બિનવારસુ હાલતમાં મરણ ગયેલ છે.

મુંગણી ગામે દારૂની બોટલો સાથે એક ઝડપાયો

સિકકા પોલીસ સ્ટેશનમાં અનાર્મ કોન્સ. હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મુંગણી ગામના પાદરમાં હિતેષ ઓઘળભાઈ ચારણ, રે. મુંગણીગામવાળો ગેરકાયદેસર પોતાની નંબર પ્લેટ વગરની બુલેટ મોટરસાયકલ કિંમત રૂ.પ૦,૦૦૦માં ભારતીય બનાવટનો મેકડોવલ્સ નંબર –૧, રીઝર્વ વ્હીસ્કીની બોટલ નંગ–ર૦ તથા એપીસોડ કલાસીક વ્હીસ્કીની બોટલ નંગ–પ મળી કુલ બોટલો નંગ રપ કિંમત રૂ.૧ર,પ૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની પાંચ બોટલો સાથે ઝડપાયો

સિકકા પોલીસ સ્ટેશનમાં અનાર્મ કોન્સ. પ્રભાતસિંહ ગંભીરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મુંગણી ગામના પાણીના ટાંકા પાસે રવિરાજસિંહ ઉર્ફે ભાણેજ ઉર્ફે બાઠીયો બહાદુરસિંહ જાડેજા રે. મુંગણી ગામવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જા માં મેકડોવલ્સ નંબર–૧ રીઝર્વ વ્હીસ્કીની બોટલ નંગ–પ કિંમત રૂ.રપ૦૦નો રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

સુખપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા : ત્રણ ફરાર

શેઠવડાલા પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભયપાલસિંહ સહદેવસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સખપુર ગામે ફારૂક ઈસ્માઈલ ઘોઘા, સુવાલી નુરમામદ ઘોઘા, ઉશાભાઈ ઈશાકભાઈ ઘોઘા, અબ્દુલ વલીમામદભાઈ ઘોઘા, અબ્દુલ વલીમામદભાઈ ઘોઘા, રે. સખપુર ગામાવાળા નુરમામદના ઘર પાસે લાઈટના અજવાળે જાહેરમાં ગોળકુંડાળુ વળી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪૧૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે તથા  અલ્લરખા જીવાભાઈ ઘોઘા, હબીબ હુશેન અભેસોરા, મામદભાઈ કાસમભાઈ ઘોઘા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.(૨૧.૧૫)

 

(3:30 pm IST)