Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

બસો ચાલુ થતા મુસાફરોને રાહત : શિક્ષકોની હડતાળ સમેટાતા વિદ્યાર્થીઓ ફરી અભ્યાસમાં

રાજકોટ તા. ૨૩ : ગત રાત્રીના એસ.ટી. કર્મચારીઓની હડતાલ સમેટાઇ જતા એસ.ટી. વ્યવહાર પૂર્વવત થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.

જ્યારે શિક્ષકોની હડતાલ પણ સમેટાઇ જતા વિદ્યાર્થીઓ ફરીથી અભ્યાસમાં લાગી ગયા છે.

વઢવાણ

વઢવાણ : રાજય સરકાર અને એસ.ટી. નિગમના કર્મચારી ઓ અને સરકાર વચ્ચે બેઠકમા વાહનવ્યવહાર મંત્રી શ્રી આર.સી. ફણદુ અને એસ.ટી.કર્મચારી આગેવાનો બેઠકમાં પ્રથમ પાંચ ઉપર સરકાર તરફથી લેખિત બાહેધરી આપી હતી. સાતમા પગાર પંચની માંગણી સરકારએ મંજૂર કરી હતી ત્યારે આજે સવારે ૪ વાગ્યેથી બસો ચાલુ કરી દેવામાં આવી હતી.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા પણ આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જીલ્લાના તમામ રૂટો અને તમામ તાલુકા ડેપોની બસો રાબેતા મુજબ શરૂ કરવામા આવી હતી. ત્યારે પેસેનજરમા આનદ ફેલાયો હતો. ત્યારે કર્મચારીઓની માંગણી સ્વીકારતા કર્મચારીઓમા પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.

આજે સમગ્ર ગુજરાતમા તમામ એસટી ડેપોમા કર્મચારીઓની અનેક માગણીઓ સ્વીકારવામાઙ્ગ આવતા આજે ગુજરાતના એસટી ડેપો ના તમામ કર્મચારીઓ સીઆઇ પાછી ખેંચી લીધી હતીઙ્ગ અને આજે ગુજરાત રાજયના તમામ એસટી ડેપો ફરી ધમધમતા થયા છે.

ત્યારે આજે સમગ્ર ગુજરાતમા gsrtcના તમામ કર્મચારીઓ પડતર માંગણીઓ અને અનેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ આજે વહેલી સવારે સરકાર દ્વારા કરી આપવામા આવતા એસટી બસના પૈડાં ફરી એકવાર દોડતા થઈ ગયા છે.ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લાના અને તાલુકાના એસટી ડેપોના કર્મચારીઓ પણ રજા ઉપર ઉતરી ગયા હતા ત્યારે સરકાર દવારા માંગણીઓ સ્વીકારવા મા આવતા આજે સુરેન્દ્રનગર જિલ્લા ના તમામ રૂટો આજથી સરું કરવા મા આવીયા છે.

ત્યારે સુરેન્દ્રનગર અને સમગ્ર ગુજરાતમા એસટી ડેપોના કર્મચારીઓ રજા ઉપર ઉતરી જતાં બસોના પૈડાં થંભી ગયા હતા ત્યારે આજે સવારે ૪ વાગ્યે સરકાર દ્વારા એસટી કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવામા આવતા તમામ ડેપો આજથી રૃં કરાવવા મા આવી ગયા છે ત્યારે પેસેન્જર નો ઘસારો આજે બસ સ્ટેન્ડ ઉપર જોવા મળી રહ્યો છે.(૨૧.૧૧)

 

(12:09 pm IST)