Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

લોધીકા-કોટડા સાંગાણીના ગ્રામ્ય વિસ્તારના કરોડોના ખર્ચે વિકાસ કામોને મંજુરી આપતા નાયબ મુખ્યમંત્રી

ખીરસરા તા.૨૩: રાજકોટ-ગ્રામ્ય ૭૧ વિધાનસભાના લોધીકા તેમજ કોટડા સાંગાણી તાલુકાના ૩૫ કરોડ ૪૫ લાખના વિકાસ કામોને મંજુરી આપતા નાયબ મુખ્ય મંત્રી.

આ વિસ્તારના વિકાસકામોને મંજુરી મળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલનો આભાર માનતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા.

છેલ્લા ઘણા સમયથી લોધીકા તાલુકાના ખીરસરાથી લોધીકા જવા માટેનો મુખ્ય માર્ગે તયાથી રાજકોટથી લોધીકા મેટોડા જી.આઇ.ડિ.સીથી લોધીકા તેમજ આજુબાજુના દશેક ગામના લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે શાપર જવુ હોઇ ગોંડલ જવા માટે આ રસ્તો સરળ અને ટુકારનનો છે પરંતુ ચોમાસામા આ રસ્તા ઉપર લોધીકા ગામ પાસે મોટી નદી ઉપર બેઠો પુલ હોવાથી ચોમાસામાં પાણી ઉપર આવી જવાથી ચાલતા કે વાહનનો માટે જોખમ રૂપ છે તેવી રજુઆત રાજકોટ-૭૧ના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠિયા તેમજ રાજકોટના સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયાને મળતા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા મનસુખભાઇ સરધારા મોહનભાઇ દાફડા વિગેરેએ ધારાસભ્યશ્રી તેમજ સાંસદશ્રીને જાણ કરતા સરકારમાં રજુઆત કરવામાં આવતા કોઝવેની જગ્યાએ મોટો પુલ બનાવવાની ૬ કરોડ ૫૦ લાખની મંજુરી નાયબ મુખ્યમંત્રી નિતિભાઇ પટેલ દ્વારા આપવામાં આવેલછે તેવીજ રીતે મવડી પાળ રાવકી ટુ જોઇન એસ.એચઉપર હયાત કોંઝવેની જગ્યાએ મેજર પુલ રૂપિયા ૪ કરોડ એસી લાખ મંજુર થયેલ છે તેવી રીતે કોટડા સાંગાણી સરધાર રોડ પહોળો કરવા માટે ૨૨ કરોડ ૫૦ લાખ તેમજ રીબડા રેલ્વે કોસીગ ગુંદાસરા નારણકા રાજપરા ભાડવા રોડનુ મજબુતીકરણ કરવા માટે ૧ કરોડ ૬૫ લાખ મજુર થતા કોટડા સાંગણી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ સિંધવ સહદેવસિંહ જાડેજા પ્રતિપાલસિંહ ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાનો આભાર વ્યકત કરે છે.(૭.૫)

 

(11:53 am IST)