Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

જસદણમાં ૭૭ બોટલ દારૂ પકડાયોઃ મહેશ પટેલ છનન..

રાજકોટ તા.૨૩: જસદણના ગીતાનગરમાં પોલીસે રેડ કરી ૭૭ બોટલ દારૂ ઝડપી લીધો હતો જો કે, બુટલેગર પટેલ શખ્સ નાસી છુટયો હતો.

મળતી વિગત મુજબ જસદણ ગીતાનગરમાં રહેતો મહેશ ઉર્ફે હકો ટાવર વિઠ્ઠલભાઇ ઢોલરીયા પટેલ દારૂનું વેચાણ કરતો હોવાની બાબતમી મળતા જસદણના પી.આઇ એ.બી. પટેલની સુચનાથી હેડ કો. જયંતીભાઇ મજીઠીયા સહિતના સ્ટાફે મહેશના ઘરે રેઇડ કરી ૭૭ બોટલ દારૂ કિ. ૩૦,૮૦૦નો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, રેઇડ દરમિયાન મહેશ પટેલ નાસી છુટતા તેની સામે ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરાઇ છે.(૧.૧૧)

 

(11:51 am IST)