Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

દ્વારકાના વરવાળાની સેનટાન્સ સ્કુલમાં ઇનામ વિતરણ

મીઠાપુરઃ દ્વારકા નજીક આવેલા વરવાળાની સેનટાન્સ સ્કૂલમાં ઇનામ વિતરણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે મીઠાપુર સુરજકરાડીના અકિલાના એજન્ટ અને મીઠાપુર સુરજકરાડીના મોબાઇલ એસોસીએશનના પ્રમુખ દિવ્યેશભાઇ એચ જટણીયા રહ્યા હતા. આ કાર્યક્રમમાં આખા વર્ષ દરમિયાન નર્સરી, એલ કે જી તેમજ યુ કે જીના બાળકોમાં યોજાયેલી ગરબા હરીફાઇ, ચિત્ર હરીફાઇ, વાર્તા હરીફાઇ, લેખન હરીફાઇ તથા કાવ્ય હરીફાઇમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર ભૂલકાઓને એક એક શિલ્ડ અને સર્ટીફીકેટ આપી બાળકોનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું હતું. સેનટાન્સ સ્કુલ ખુબજ મોટો વિસ્તાર ધરાવતી અને ખુબજ પ્રખ્યાત સ્કૂલ છે કે જેમાં બાળકોને અભ્યાસ ઉપરાંત ઇત્તર પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે. મીઠાપુર સુરજકરાડીના અકિલા એજન્ટ દિવ્યેશભાઇ જટણીયાનું સ્વાગત કરાયા બાદ તેમના હાથે આશરે ૫૦ જેટલા વિદ્યાર્થીઓને આ શિલ્ડ અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ પોતાના વકતવ્યમાં બાળકોને જીવનમાં ભણતરના મહત્વ વિષે જણાવતા આ સ્કૂલના શિક્ષકો તથા તેમની મેહનતના વખાણ કરતા પોતાને આ ઇશ્વરરૂપી બાળકોને સન્માનવાનો મોકો આપવા બદલ સ્કુલ મેનેજમેન્ટનો આભાર માન્યો હતો.(૭.૬)

 

(11:44 am IST)