Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

લાલપુરની મોટી રાફુદળની ગૌચર જમીનમાં દબાણ દૂર કરવા રજૂઆત

લાલપુર તા.૨૨ : મોટી રાફુદળ ગામે ગૌચરની જમીનમાં કરેલ બિન અધિકૃત દબાણ દૂર કરાવવા અંગે સદસ્ય આયશાબેન ભટ્ટી તથા ધીરૂબેન નકુમે મામલતદારને રજૂઆત કરી છે.

મોટી રાફુદળ ગામે ગૌચર ગામે કુલ ૧૧ સર્વેનંબર આવેલ છે. જે ગામથી અલગ અલગ દિશાઓમાં આવેલ છે. જે તમામ ગૌચરની જમીન ઉપર બિનઅધિકૃત તેમજ ગેરકાયદેસર દબાણ કરેલ છે. જયારે કે કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંત મુજબ ગૌચરની જમીન જે ખેડવા લાયક જમીન નથી જે ફકત અને ફકત પશુઓના ચારા માટેની હોય છે જે જમીન ઉપર કોઇપણ વ્યકિત કે કોઇપણ ખાનગી કંપની પોતાનો માલિકી હકક કે દબાણ કરી શકે નહિ તેમ રજૂઆતમાં જણાવેલ છે.(૪૫.૩)

 

 

(11:43 am IST)