Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

મોરબી ડેપો ના ત્રણેય યુનિયનો સાથે જોડાયેલ તમામ કર્મચારીઓ એ સરકાર ની વારંવાર લોલીપોપ આપવા ની બેવડી નિતી થી કંટાળી ને આજે ભાજપ ની સરકાર ની આંખ ખુલે તેવા જલદ નારાઓ સાથે સરકાર વિરુધ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા

તા.20 ની મધ્યરાત્રી થી એસ.ટી કર્મચારીઓ દ્વારા અનેક પડતર માંગણીઓ લઇ ને હળતાલ પર છે.સરકાર સામે બાંયો ચડાવનાર એસ.ટી કર્મચારી અલગ અલગ કાર્યક્રમો આપી ને સરકાર વિરુધ્ધ  શિસ્તબધ્ધ રીતે કાર્યક્રમો આપી રહ્યા છે.એસ.ટી કર્મચારી પાછી પાની આપવા તૈયાર નથી..જ્યારે એસ.ટી કર્મચારી હડતાલ ના મુખ્ય મુદ્દા માં સાતમું પગાર પંચ નો અમલ કરવો તેમજ કંડકટર અને ડ્રાઇવરો ની વર્ગ 3 માં ગણત્રી કરવામાં આવે છે.પરંતુ સરકાર વર્ગ 4 ના કર્મચારી નો પગાર ચુકવે છે. આમ જયાં સુધી મુખ્ય માગણી ના પ્રશ્ન નું નિરાકરણ નહી આવે ત્યાં સુધી એસ.ટી કર્મચારીઓ લડી લેવા ના મુડ માં છે.

     મોરબી ડેપો ના ત્રણેય યુનિયનો સાથે જોડાયેલ તમામ કર્મચારીઓ એ સરકાર ની વારંવાર લોલીપોપ આપવા ની બેવડી નિતી થી કંટાળી ને આજે ભાજપ ની સરકાર ની આંખ ખુલે તેવા જલદ નારાઓ સાથે સરકાર વિરુધ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા.વધુ માં ત્રણેય યુનિયનો ના આગેવાનો એ જણાવેલ કે જો આજ સુધી માં હજુ પણ મુખ્ય માગણીઓ સ્વીકારવા માં નહી આવે તો આગલા દિવસો માં જલદ કાર્યક્રમો ઘડવામાં આવશે. જલદ કાર્યક્રમો સાથે સાથે આજે મોરબી ડેપો ના કર્મચારીઓ એ રક્તદાન કેમ્પ નું આયોજન કરીને ઉત્સાહ પુર્વક રકત ડોનેટ કરેલ હતું....

 

(5:32 pm IST)