Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ભાણવડ પાલિકામાં ચીફ ઓફીસરે ભ્રષ્ટાચાર બંધ કરાવતા બદલી કરવા સહિતની ઓડીયો કિલપ વાયરલ

ખંભાળીયા તા. ર૩ :.. તાજેતરમાં જ ભાણવડ પાલિકામાં ચીફ ઓફીસરની બદલ ભ્રષ્ટાચાર વિરોધી ચીફ ઓફીસર મયુર જોષીની નિમણુંક કરવામાં અવતાં પાલિકામાં ચાલતાં ભ્રષ્ટાચારો અટકી પડયા છે જેને લઇ પાલિકાના ભાજપ શાસિત શાસનમાં તેલ રેડાયું છે.

પાલિકામાં શહેરના વિકાસ કાર્યોની બદલે ભ્રષ્ટાચારની ખદબતી ગંદકીને નવનિયુકત ચીફ ઓફીસરે આવતાની સાથે જ સાફ કરવાનું શરૂ કરતાં શસક પક્ષના જવાબદારો સહિત કેટલાક લોકોનાા હોંશ ઉડી ગયા હતાં. આથી ચીફ ઓફીસર ઉપર હૂમલો થવાની દહેશત થતાં તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પોલીસ રક્ષણ આપવા પણ જણાવ્યું હતું.

ત્યારે ફરીથી ભાણવડ પાલિકાના પતિદેવ અને કેટલાક સદસ્યો વચ્ચે ચીફ ઓફીસરને મારવા બાબત સહિતની વાત કરતી ઓડીયો કિલપ વાયરલ થઇ છે. જેમાં લગભગ પાલિકાની કચેરીમાં જ પ્રમુખના પતિદેવ હિતેશ સાગઠીયા અન્ય લોકો સાથે વાતચીત કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાણવડ પાલિકામાં શાસકોએ છેલ્લા કેટલાક વર્ષોથી સેવા અને ગામન વિકાસ કાર્યો કરવાની બદલે રોડ-રસ્તા, પેવર બ્લોક સહિતના કામોના કોન્ટ્રાકટમાં ટકાવારીથી માત્ર પોતાની કમાણીનું આર્થિક સાધન બનાવી દેવામાં આવ્યું છે.

શહેર પણ દિવસેને દિવસે બેહાલ બની રહયું છે. આ મામલે મોવડી મંડળ પણ પાલિકાના શાસન તરફ ધ્યાન કેન્દ્રીત કરી યોગ્ય રીતે કામ કરવામાં આવે તે કડક ભાષામાં કહેવું પણ જરૂરી બન્યું છે.

(12:52 pm IST)