Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ખંભાળિયાના કોટા ગામે દીપડાએ વાછરડીનું મારણ કરતા લોકોમાં ફફડાટ

વનવિભાગે દોપડાને પકડવા રાત્રીના પિંજરૂ મુક્યું : લોકોને ખોટી અફ્વાથી દૂર રહેવા વન વિભાગની અપિલ

ખંભાળિયા તા.૨૩ ખંભાળિયાના કોટા ગામે ગતરાત્રીના એક વાછરડીનું મારણ કરવામાં આવતાં લોકો ભમાં મુકાયા છે. દીપડાએ મારણ કર્યું હોવાની શંકા વ્યકત કરતાં ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી જેને પગલે રાત્રે જ વનવિભાગે લોકેશન સ્થળ પર પિંજરૂ મુકી દીપડાને પકડવા કાર્યવાહી શરૂ કરી હતી. સૌરાષ્ટ્રમાં સિંહ, દાંપ્નધઓ હવે જંગલની વસાહત છો! દિવસેને દિવસે ચામ્ય વિસ્તારમાં પહોંચતાં લોકોભયથી કાપી રહયાં છે. તાજેતરમાં જ ખંભાળિયાના ભાતેલ ગામે દીપડો દેખાયા બાદ વનવિભાગ સતત ચાર થી પાંચ દિવસ સુધા ખડેપગે પેટ્રોલીંગમાં રહયું હતું. એમ છતાં દીપ ડો હાથ લાગ્યો ન હતો. જે બાદ ન્યારા એનર્જી કંપની વિસ્તારમાં દીપડા એ દેખા દેતાં સીસીટીવીમાં દીપ ડો ફ્સ્તો હોવાનું કેદ થયું હતું. પરંતુ હાથતાળી આપી નાશી જનાર દીપડાએ ફરીથી ખંભાળિયા તાલુકાના કોટા ગામે દેખા દીધી હોય તેમ લાગી રહયું છે. કોટા ગામે ગતરાત્રીના એક વાછરડીનું મારણ નદીના સામાકાંઠેથી મળી આવતાં દીપડાએ મારણ કર્યું હોવાની દ્રઢ શકા ગ્રામજનોને થતાં ખંભાળિયા વનવિભાગને જાણ કરી હતી. જેને પગલે તાત્કાલીક અસરથી ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ લોકેશન સ્થળ પર પહોંચી મારણ સાથે પિજરૂ મુક્યું હતું અને આસપાસના વિસ્તારમાં પેટ્રોલીંગ કર્યું હતુ. જો કે હજુ સધી મારણ સ્થળ પરથી દીપડાના પગના નિશાન કે કાંઈ મળી આવ્યું ન હોવાનું વનવિભાગ દ્રારા જણાવેલ છે.

હાલ ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા વૉચ રાખવામાં આવી રહી છે. અને લોકોને કોઈ ખોટી અફવામાં ન પડવા માટે અપીલ કરવામાં આવી  છે.

(12:49 pm IST)