Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

પોરબંદરના દરિયામાં ડુબી ગયેલ બોટના લાપત્તા મહારાષ્ટ્રના ખલાસીની શોધખોળ

રાત્રીના સમયે લાઇફ જેકેટ હાથમા ન આવતા લાપતા બનેલઃ અન્ય ૬ ખલાસીઓને બચાવ

પોરબંદર દરિયામાં વણાંકબારાની બોટમાં આગ લાગતા અન્ય બોટના ખલાસીઓએ પાણીનો મારો ચલાવેલ તે તસ્વીર

 

પોરબંદર તા. ૨૩: પોરબંદર દરિયામાં વણાકબારા ફિશીં બોટમાં  આગ લાગ્યયા બાદ ડુબી જતા તમામ ૬ ખલાશીઓ લાઇફ જેકેટ સાથે દરિયામાં કુદી પડેલ અને બીજી બોટના ખલાસીઓએ બચાવી લીધા હતા પરંતુ રાત્રે એક મહારાષ્ટ્રના તલસારી ગામના ખલાસી અવિનાશ જાન્યાભાઇ સોમન ના હાથમાં લાઇફ જેકેટ ન આવતા દરિયામાં લાપત્તા થયેલ છે. જેની શોધખોળ સુરક્ષા એજન્સી દ્વારાા શોધખોળ શરૂ કરાય છે. પરંતુ સવાર સુધી પત્તો મળ્યો નથી.

પોરબંદર દરિયામાં ધનંજય નામની બોટના માલિક શૈલેષકુમાર દેવજીભાઇ આંજાણી રે. વણાંકબારા(દિવ) છે. બોટના ખલાસીઓ   દિલીપ છગનભાઇ દરી ઉ.વ.૩૦ (ટંડેલ) રહે. માઢવાડ ગીર સોમનાથ, પરેશ પ્રવિણભાઇ   ગોહેલ ઉ.વ.૨૮ (ખલાસી) રહે. ખારવાવાડ, વણાંકબારા, જેન્તી  વિરાભાઇ વાજા ઉ.વ.૨૦ (ખલાસી) રહે. ઉના જુનાગઢ), દેવુ નવશીભાઇ હાડલ ઉ.વ.૫૮(ખલાસી) રહે તલાસાસી), મહારાષ્ટ્ર , હાર્દિકભાઇ પ્રેમજીભાઇ દરી ઉ.વ.૨૭ (ખલાસી) રહે. ખારવાવાડ , વણાંકબારા તથા , ભરત છગનભાઇ દરી ઉ.વ.૨૮ (ખલાસી) રહે. માઢવાડ, ગીર સોમનાથ નો બચાવ થયેલ છે. અને અવિનાશ જાન્યાભાઇ સોમન ઉ.વ.૧૭ રહે. તલસારી, મહારાષ્ટ્ર દરિયામાં લાપતા બનેલ છે.

(12:48 pm IST)