Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

હળવદ તાલુકાના કીડીથી ઇસનપુર કોયબા-હરીપર રોડ બનાવવા માંગ

હળવદ તા.ર૩ :  ઙ્ગતાલુકાના કીડી ગામ થી ઇસનપુર જવાનો રોડ તેમજ કોયબા થી હરીપર અને કોયબા ગામ થી દલિતવાસ સુધી જવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય જેથી તેને નવો બનાવવા કારોબારી અધ્યક્ષ દ્વારા કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે.

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ આજે પણ મોટાભાગના બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે તાલુકાના કોયબા ગામ થી હરીપર ગામ જવાના રોડ તેમજ કોયબા ગામ ના મેઈન રોડથી દલીતવાસ સુધી જવાનો રોડ અને તાલુકાના કીડી ગામ થી ઇસનપુર વાયા આકડેશ્વર મહાદેવ જવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય જેથી ત્યાંથી પસાર થતા વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેથી આ બંને ગામના સરપંચ દ્વારા મોરબી જીલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલને રજૂઆત કરી હતી જેથી ઉપરોકત ત્રણેય રોડ નવા બનાવવા કારોબારી અધ્યક્ષ દ્વારા કાર્યપાલક ઈજનેર ને લેખીત માં રજૂઆત વહેલી તકે રોડ બનાવવા જણાવ્યું છે.

(11:41 am IST)