Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ભાવનગરમાં સગીરા સાથે જાતીય સતામણી ના ગુન્હામાં આરોપીને ત્રણ વર્ષની કેદની સજા

ભાવનગર તા. ૨૩: પાંચેક વર્ષ પૂર્વે એક યુવાન સામે સગીરાની જાતીય સતામણી કરતા આ અંગેની ફરીયાદ સ્થાનીક ગંગાજળીયા પો.મથકમાં નોંધાઇ હતી. આ અંગેનો કેસ  ભાવનગરના સ્પે.જજ અને બીન્ન એડીશ્નલ સેસન્સ જજ એમ.જે.પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે પોકસો હેઠળનો ગુનો સાબીત માની આરોપીને ત્રણ વર્ષની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્તવિગતો મુજબ આ કામના આરોપી જયભાઇ દિનેશભાઇ અંધારીયા (ઉ.વ.૩૩, રહે. વડવા જુની ગરાસીયા વાડ, ડો. મગનભાઇના દવાખાના સામે) નામના યુવાને ગત તા. ૨૪/૪/૨૦૧૫ પહેલાના ત્રણેક માસ દરમ્યાન ફરીયાદીની ૧૧ વર્ષની સગીર વયની પોત્રી ભોગ બનનારનો અવાર નવાર પીછો કરી, સીસકારા, તેણીની સામુ નઇ, બિભત્સ ઇશારા કરી, જાતીય સતામણી કરેલ, આ બનાવ અંગે ઉકત આરોપી સામે સ્થાનીક સી.ડીવી. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી જયભાઇ અંધારીયા સામે ઇ.પી.કો. કલમ ૩૫૪(એ), (૧), (૨), ડી.(૧) તથા પોકસો એકટ ૨૦૧૨ ની કલમ ૧૨(૧)(૪) મુજબનો ગુનો નોંધીયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના સ્પે. જજ અને બીજા એડીશ્નલ સેસન્સ જજ એમ.જે.પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ બી.જે.ખાંભલીયાની દલીલો મૌખીક પુરાવા-૯, લેખીત-૧૧, વિગેરે ધ્યાને લઇ આરોપી જયભાઇ દિનેશભાઇ અંધારીયા સામે પ્રોટેકશન ઓફ ચીલ્ડ્ન ફોર્મ સેકસ્યુઅલ ઓફ્રેન્સિસ એકટ ૨૦૧૨ ની કલમ ૧૨ મુજબનો ગુના સબબ આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ. ૨ હજારનો દંડ, આરોપી જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા, ઇપીકો કલમ ૩૫૪(ડી)(૧) મુજબના ગુના સબબ આરોપીને તકસીરવાન ઠરાવી ૨ વર્ષની કેદની સન તથા રોકડા રૂ. ૨ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા અદાલતે ફટકારી હતી.

(11:36 am IST)