Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

બાઈક સ્લીપ થતા પટેલ દંપતિ ફંગોળાયું: પતિની નજર સામે જ પત્નિ કારની ઠોકરે ચડતા મોત...

ગોંડલના ગોમટા ગામના રમેશભાઈ પટેલ તથા તેમના પત્નિ રાજકોટથી ગોમટા જતા હતા ત્યારે શાપર-વેરાવળ નજીક બાઈક સ્લીપ થયા બાદ અકસ્માત નડતા પત્નિ લલીતાબેન દેપાણીનું મોત

રાજકોટ, તા. ૨૩ :. શાપર-વેરાવળ નજીક ગોંડલના રામોદ ગામના પટેલ દંપતિનું બાઈક સ્લીપ થયા બાદ પતિની નજર સામે જ પત્નિનું કારની ઠોકરે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ગોમટા ગામના રમેશભાઈ છગનભાઈ દેપાણી (પટેલ) તથા તેમના પત્નિ લલીતાબેન રાજકોટ ખરખરે આવ્યા બાદ પરત ગોમટા જતા હતા ત્યારે શાપર-વેરાવળ નજીક નર્મદા ગેઈટ સામે પૂલ ઉતરતા બાઈક સ્લીપ થઈ જતા દંપતિ પટકાયા હતા તે દરમિયાન લલીતાબેન ઉભા થવા જતા પાછળથી આવતી મહિન્દ્રા વેરીટો સફેદ કલરની કાર નં. જીજે ૧૧ ડબલ્યુ ૦૮૫૬એ હડફેટે લેતા લલીતાબેનને ગંભીર ઈજા થતા તેનુ પતિની નજર સામે જ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.  બનાવ અંગે મૃતકના પતિ રમેશભાઈએ કાર ચાલક સામે ફરીયાદ નોંધાવતા શાપર-વેરાવળ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:34 am IST)