Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ગોંડલ અક્ષર વાટિકા એપાર્ટમેન્ટનું ભૂતિયુ નળ કનેકશન પાલિકાએ કાપ્યું

પાલિકાની આકરી કાર્યવાહીથી ભૂતિયા જોડાણ થી પાણી ચોરી કરનારાઓ માં ફફડાટ ફેલાયો

ગોંડલ,તા.૨૩:ગોંડલ નગરપાલિકા વોટર વર્કસ શાખાના ચેરમેન અનિલભાઈ માધડ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભૂતિયા નળ કનેકશન ધરાવતા લોકો સામે લાલ આંખ કરવામાં આવી હોય પેલેસ રોડ પર આવેલ ચામુંડા સર્વિસ સ્ટેશનનું ભૂતિયું નળ કનેકશન કાપવામાં આવ્યું હતું, બાદમાં કૈલાશ બાગ સોસાયટીમાં શ્રીમંત પરિવાર દ્વારા ૨૪ કલાક પાણી મળતું રહે તેવું ભૂતિયો કનેકશન લેવાયુ હોય તેને પણ કટ કરી સરાહનીય કામગીરી કરી હતી, દરમિયાન ભોજરાજપરા પારેખ પેપર મીલમાં છેલ્લા દોઢ દાયકાથી નિર્માણ પામેલ અક્ષર વાટિકા ના આશરે ૫૦ જેટલા ફ્લેટ ધારકો દ્વારા ભૂતિયા નળ કનેકશન લેવાનું હોય જે ધ્યાને આવતા કનેકશન કટ કરી તાકીદે લીગલી કનેકશન લેવા જણાવ્યું હતું.

આ અંગે અનિલભાઈ માધડે જણાવ્યું હતું કે શહેરીજનોને નિયમિત પાણી મળી રહે તે માટે પાલિકાના વોટર વર્કસ ડિપાર્ટમેન્ટ દ્વારા કમર કસવામાં આવી છે એ ઉપરાંત ધારાસભ્ય ગીતાબા જાડેજા, પ્રમુખ અશોકભાઈ પીપળીયા અને પાલિકા તંત્ર દ્વારા નવી પાઈપ લાઈનના પણ આયોજનો હાથ ધરાયા છે ત્યારે ભૂતિયા નળ કનેકશન નેશનલ નાબૂદ થાય તે પણ જરૂરી હોય પાલિકા દ્વારા આકરા પગલાં લેવાની ફરજ પડી છે આગામી દિવસોમાં હજુ પણ ભૂતિયા નળ કનેકશન કટક કરવામાં આવશે અને શહેરમાં કોઇપણ જગ્યાએ ભૂતિયા નળ કનેકશન જોડાણ હોય તો પાલિકાના વોટરવર્કસ વિભાગ ને જાણ કરવા અનુરોધ કરાયો છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી. ગોંડલ)

(11:32 am IST)