Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

માણાવદર મગફળી કેન્દ્રમાં ગઇકાલે બારદાન ખુટી જતા ખેડુતો રઝળ્યા

અસંખ્ય ખેડુતો મગફળી વહેચી ન શકતા ભારે પરેશાન

 માણાવદરઃ માણાવદર મગફળી કેન્દ્રમાં ગઇકાલે મગફળી વેચાણ માટે ખેડુતો આવેલા જેમાં મગફળી ભરવાના બારદાન ખુટી જતા ૩પ થી ૪૦ ખેડુતો રઝળી પડયા હતા. રાત્રીના ઙ્ગકાળઝાળ ઠંડીમાં પાકને પાણી પાતા હોય અને બીજુ મગફળી કેન્દ્રમાં વારો આવ્યે પાણી પાવાનું ખેતરમાં છોડી મગફળી લઇ ભુખ્યો તરસ્યો ખેડુત કેન્દ્રમાં રાત ઉજાગરા કરી જાય અને વારો આવે તો કે બારદાન ખલાસ હવે બીજા દિવસે વારો આવે તો સારૂ એટલે વધુ એક દિવસ ઠંડીમાં ખેડુત કયાં જાય પાછો ગામડે જાય કે કેન્દ્ર બહાર ઠંડીમાં ઠુંઠવાઇ વારો આવવાની રાહ જોવે? કરવું શું? કેમ કે બારદાન આવે કેન્દ્ર શરૂ થાય ત્યાં સુધી ગામડેથી મગફળી વાહનમાં ભરેલ પડી રહે તેનું ધ્યાન રાખવુ ભુખ્યા તરસ્યા યોગ્ય વ્યવસ્થા કરાવી માનવતા દાખવે ભાજપ સરકાર.

(11:32 am IST)