Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ગોંડલ પંથકમાં બે અકસ્માતમાં બેના મોત

રામોદ પાસે ડિઝલ ભરેલું ટેન્કર અને ડમ્પર અથડાતા ભાવનગરના વિપુલ કોલા અને કોલીથડ પાસે બાઇક ગોથુ ખાઇ જતાં લવજીભાઇ કતબાનું મોત

ઘોઘાવદર પાસે અકસ્માતમાં મોત ટેન્કર ચાલાકનો મૃતદેહ અને અકસ્માતગ્રસ્ત વાહન નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ-ગોંડલ તા. ર૩: ગોંડલ પંથકમાં અલગ અલગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યકિતઓના મોત નીપજયા હતા.

પ્રથમ બનાવમાં ગોંડલથી આશરે પંદર કિલોમીટર દૂર રામોદ ગામ પાસે જીજે૦૧ યુયુ ૯ર૩૪ ડીઝલ ભરેલા ટેન્કર અને જીજે૦૩ ડીવી ર૬૧૯ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કર રોડ પર પટકાયું હતું અને ડીઝલની રોડ પર રેલમછેલ બોલી હતી. આ અકસ્માતમાં ટેન્કર ચાલક વિપુલ બાવકુભાઇ કોલા (ઉંમર વર્ષ ૩૪) રહે દેસાઇ, ભાવનગર વાળાનું મોત નિપજતા તેના મૃતદેહને ગોંડલ સરકારી દવાખાને પીએમ માટે ખસેડાયો હતો, ડીઝલની રોડ પર રેલમછેલ બોલી હોય વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને અકસ્માત સ્થળથી બંને સાઇડ વાહનોની કતારો જામી હતી, ઘટનાને પગલે તાલુકા પોલીસનો કાફલો તેમજ ગોંડલ નગલરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતા.બીજા બનાવમાં ખડવંથલી ગામના નયનભાઇ મકનભાઇ કતબા પોતાના બાઇક પર લવજીભાઇ ગોવિંદભાઇ કતબાને પાછળ બેસાડી કોલીથડથી ખડવંથલી જતા હતા ત્યારે કોલીથડની અઢી કિ.મી. દુર પહોંચતા રોડ પર પથ્થર હોય જે તારવવા જતા બાઇક ગોથું ખાઇ જતા પાછળ બેઠેલ લવજીભાઇ ગોવિંદભાઇ કતબાને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજયું હતું.બનાવ અંગે તાલુકા પોલીસમાં ફરીયાદથતા પી.એસ.આઇ. એ. વી. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(11:30 am IST)