Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મોરબીના વિશીપરા રોહીદાસ પરા રોડ પર જાહેરમાં જુગાર રમતા છ શખ્શો ઝડપાયા

બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી

 

મોરબીના વિશીપરા રોહીદાસ પરા મેઈન રોડ પર જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા રોહીદાસપરા મેઈન રોડ પર જાહેરમાં જુગાર રમતા મહેમુદભાઈ અબ્દુલભાઈ ખલીફા, દિલીપભાઈ જગદીશભાઈ ચૌહાણ, ગીરીશભાઈ દેવજીભાઈ ચૌહાણ, ફારૂકભાઈ સુભાનભાઈ જેડા, મુકેશભાઈ હીરાભાઈ ચાવડા અને પરસોતમ ઉર્ફે કારો હીરાઘભાઈ ચાવડાને કુલ મુદામાલ કીમત રૂ.૧૧૫૦ સાથે ઝડપી પાડી મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે

(1:09 am IST)