Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ભાટિયા યાર્ડના પૂર્વ ચેરમેન મેરગ ચાવડાના પુત્ર અને તેમની ટીમનો કારમો પરાજય

ભાટિયા યાર્ડનું પરિણામ જાહેર ખેડૂત પેનલના દસ ઉમેદવારો વિજેતા જાહેર:વેપારી વિભાગ સહિત 6 બેઠકનું મતદારયાદીને કારણે પરિણામ હાઇકોર્ટેના ચુકાદા બાદ જાહેર થશે

જામ ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે ખેતીવાડી ઉત્પન્ન બજાર માર્કેટિંગ યાર્ડની 2021 સામાન્યની ચૂંટણી યોજવામાં આવી હતી. આ યાર્ડમાં 16 બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેના આજ દિવસ સુધીના ઇતિહાસમાં 16 માંથી 10 બેઠક ખેડૂત વિભાગની વિજેતા થઈ હતી. બાકીની 6 બેઠકની પરિણામ મતદાર યાદીના વિખવાદને લઈને હાઇકોર્ટે સમક્ષ પહોંચ્યો છે. જેને કારણે 4 બેઠક વેપારી સહિત કુલ 6 બેઠકના પરિણામ મુલતવી રહ્યા છે. આમ ખેડૂત વિભાગની દશ બેઠકમાં યાર્ડના પૂર્વ ચેરમેન મેરગ કાના ચાવડાના પુત્ર દિપક ચાવડા સહિતના 10 ઉમેદવારો સામે ખેડૂત વિભાગની આહીર રાજાભાઈ રાણાભાઈ અને તેમની  ટિમ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. જેમાં આજરોજ અતિ સસ્પેન્સ અને ત્રિવ રસાકસી વચ્ચે યાર્ડના પૂર્વ ચેરમેન મેરગ કાના ચાવડાના પુત્ર દિપક ચાવડાની પેનલનો કારમો પરાજય થયો હતો. ભાટિયાના ઇતિહાસમાં પહેલીવાર કહી શકાય તેમ ખેડૂત પેનલની દસે દસ બેઠક ઉપર ભવ્ય વિજય મેળવ્યો હતો. આમ જિલ્લાની અતિ સંવેદનશીલ અને સસ્પેન્સ ભરી મનાતી ભાટિયા યાર્ડની ચૂંટણીમાં યાર્ડના પૂર્વ ચેરમેન ચાવડાના પુત્રની કારમાં પરાજયથી જિલ્લાભરના રાજકારણમાં ભારે હડકંપ સર્જાઇ ગયો હતો.

  યાર્ડની ચૂંટણીમાં વેપારી પેનલમાં 100% મતદાન થયું હતું. જ્યારે ખેડૂત પેનલમાં 92.5% મતદાન થયું હતું. ખરીદ વેચાણમાં 98% જેટલું ઐતિહાસિક  મતદાન નોંધાયું હતું. આમ આ ઉચા મતદાન વચ્ચે ભાટિયા માર્કેટિંગ યાર્ડની અતિ રસાકસી વચ્ચે સસ્પેન્સ ભરી રહી હતી. આ યાર્ડની ચૂંટણીમાં સંવેદનશીલતાના કારણે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્રએ શાંતિનો હાશકારો અનુભવ્યો હતો.
ખેડૂત વિભાગના વિજેતા ઉમેદવારોની યાદી
(1) આહીર રાજાભાઈ રાણાભાઈ
(2) ગાધેર નગા નેભા
(3) કંડોરીયા વિરાભાઈ વેજાણંદભાઈ
(4) ચાવડા પરબતભાઇ ડાડુભાઈ
(5) માડમ રમણલભાઈ લખુભાઈ
 (6) ગોજીયા અરશીભાઈ ધાનાભાઈ
(7) બેલા દેવશીભાઈ લાખાભાઈ
(8) જામ નથુભાઇ આશાભાઈ
(9) બઠીયા હરેશભા વેજાભા
(10) સોનગરા ટપુભાઈ લીરાભાઈ

(6:30 pm IST)