Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

જામનગરના ખેંગારપરના પાટીયા પાસે ૩૩.પપ લાખના દારૂ સાથે ઝડપાયેલ શખ્સની પુછપરછ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.રર :  લાલપુર તાલુકાના ખેંગારપરગામના પાટીયા પાસેથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ ૮૩૮૮ કિ. રૂ.૩૩,પપ,ર૦૦ તથા મોબાઇલ ફોન ટાટા ૧પ૧ર મળી કુલર  રૂ.૪૩,૬૦,૭૦૦ના મુદામાલ સાથે એક શખ્સને લોકલ ક્રાઇમબ્રાન્ચ - જામનગરએ ઝડપી પાડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં કિશાનચોક મકરાણી, કબ્રસ્તાન પાસે રહેતો વસીમભાઇ,  યુસુફભાઇ બ્લોચ, ગેરકાયદેસર ઇગ્લીશ દારૂ જથ્થો ટાટા વાહન નંબર જીજે૦૮-એયુ-૩૩ર૮ ભરી સમાણા જામજોધપુર તરફ જવાનો છે તેવી ચોકકસ હકિકત મળતા લાલપુર તાલુકાના ખેંગારપર ગામના પાટીયા પાસે વોચમાં હતા. જે દરમિયાન આરોપી યુસુફભાઇ ગનીભાઇ આંબલીયા પીંજારા રહે. કિશાન ચોક, જામનગરનાઓના કબજાના વાહનમાંથી ઇગ્લીશ બોટલ નંગ-૮૩૮૮ કિ. રૂ.૩૩,પપ,ર૦૦૦ તથા ટાટા વાહન તથા મોબાઇલ સહિત કુલ રૂ.૪૩,૬૦,૭૦૦ જપ્ત કરેલ છે.

આ કામગીરી જીલ્લા પોલીસવડા દીપન ભદ્ર તથા મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેની સુચના પો.ઇન્સ. એસ.અુેસ. નિનામા પો.સ.ઇ. આર.બી. ગોજીયા, કે.કે.ગોહિલ, બી.એમ.દેવમુરારીર, એલસીબીના માંડણભાઇ વસરા, ફીરોજભાઇ દલ, ધાનાભાઇ મોરી, વનરાજભાઇ મકવાણા, રઘુવીરસિંહ પરમાર, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, યશપાલસિંહ જાડેજા, નાનજીભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા, હીરેનભાઇ વરણવા, યોગરાજસિંહ રાણા, ખીમભાઇ ભોચીયા, અશોકભાઇ સોલંકી,  હિતુભા ઝાલા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરેલ છે. 

(1:20 pm IST)