Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

મોરબીમાં મહિલાઓ માટે જાહેર શૌચાલયની વ્યવસ્થા કરવા માંગ

 મોરબી,તા.૨૨ : મોરબી શહેરમાં મહિલાઓ માટે જાહેર શૌચાલય સુવિધા ના હોવાથી મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય જે મામલે કોંગ્રેસ અગ્રણીએ પાલિકાના ચીફ ઓફીસરને રજૂઆત કરી છે

કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેરમાં કોઈપણ જગ્યાએ મહિલાઓ માટે જાહેર બાથરૂમ કે શૌચાલય સુવિધા નથી જેથી મોરબી ખરીદી માટે આવતી મહિલાઓ ભારે મુશ્કેલી અનુભવે છે અગાઉ નગર દરવાજે મહિલાઓ માટે બે બાથરૂમ હતા

 પરંતુ હવે નથી મોરબીમાં નહેરુ ગેઇટ ચોક, ગ્રીન કોક, સોની બજાર અને શાક માર્કેટ વિસ્તારમાં જ્યાં હજારો મહિલાઓની અવરજવર રહે છે ત્યાં શૌચાલય વ્યવસ્થા નથી જેથી મહિલાઓ માટે નહેરુ ગેઇટ ચોકમાં સુલભ શૌચાલય બનાવવા માંગ કરી છે.

કોંગ્રેસ દ્વારા પદયાત્રા વિજય રેલી 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના  પ્રમુખની સુચના અનુસાર મોરબી તાલુકા/શહેર અને જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સદસ્યતા અભિયાન અને જન જાગરણ અભિયાન તેમજ કેન્દ્ર સરકારે કૃષિ બીલો પરત લેતા પદયાત્રા વિજય રેલી યોજાશે

મોરબી કોંગ્રેસ દ્વારા તા. ૨૩ ને મંગળવારના રોજ સવારે ૧૦ કલાકે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય, શનાળા રોડ, જીઆઈડીસી સામે મોરબી ખાતે પદયાત્રા વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રભારી કર્ણદેવસિંહ જાડેજા, જીલ્લા કોંગ્રેસ  પ્રમુખ જયંતીભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડસુંબીયા અને શહેર પ્રમુખ  રાજુભાઈ કાવર તેમજ પદાધિકારીઓ અને કાર્યકરો જોડાશે.

 ઘરે બેઠા વકતૃત્વ સ્પર્ધા

''આર્યભટ્ટ'' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ૨૬- નવેમ્બર વિશ્વ પર્યાવરણ જાળવણી દિવસે માનવીનાં અને સમગ્ર જીવસૃષ્ટિનાં સંરક્ષણ માટે પર્યાવરણનું સંરક્ષણ જરૂરી છે.ઓઝોનના સ્તરને બચાવવા પર્યાવરણ સંરક્ષણ દિવસે પર્યાવરણને બચાવવાનો સંકલ્પ કરીએ અને આપણી આવનારી પેઢીઓના સુંદર ભવિષ્ય માટે આપણું યોગદાન એટલે કે   કેટેગરી મુજબ વકતૃત્વ સ્પર્ધા  નુ આયોજન કરવા માં આવેલ છે જેનો વિષય છે. ''પર્યાવરણ ના જતન માટે હુ શું કરી શકું ?''

દરેક સ્પર્ધક ને પ્રમાણપત્ર તથા કેટેગરી માં શ્રેષ્ઠ દેખાવ પર  સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવા માં આવશે.  કેટેગરી માં શ્રેષ્ઠ દેખાવ નાં વિડીયો ''આર્યભટ્ટ'' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ''યુટ્યુબ'' પર થી જોઈ શકો છો.

પર્યાવરણનાં જતન માટે હું શું કરી શકું ?  વિષયનાં અનુસંધાને  કેટેગરી મુજબ ની સમય મર્યાદામાં વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાં નો રહેશે.

કેટેગરી -૧ (ધો-૧,૨,૩,૪) કે-૧ માટે સમય  ૧ થી ૨ મિનિટ, કેટેગરી-૨ ( ધો-૫,૬,૭,૮) કે-૨  માટે સમય ૨ થી ૩ મિનિટ, કેટેગરી -૩ (ધો-૯,૧૦,૧૧,૧૨) કે-૩ માટે સમય ૩ થી ૪ મિનિટ, કેટેગરી-૪ ( કોલેજ ના વિધાર્થીઓ ,  શિક્ષકમિત્રો તથા વાલીઓ.) કે-૪ માટે સમય વધુ માં વધુ ૫ મિનિટ

આપનાં વકતૃત્વનો વિડીયો નીચે આપેલ કોઈપણ એક વોટસપ નંબર પર મોકલી આપો. એલ.એમ.ભટ્ટ ૯૮૨૪૯ ૧૨૨૩૦/૮૭૮૦૧ ૨૭૨૦૨, દિપેનભાઈ ભટ્ટ ૯૭૨૭૯ ૮૬૩૮૬

સ્પર્ધા માં ભાગ લેવાં ની છેલ્લી તારીખ ૨૬/ ૧૧/ ૨૦૨૧ રાત્રે ૯:૦૦ સુધી છે.

મહાવીર સોસાયટીનું સ્નેહ મિલન

મહાવીર સોસાયટીના પ્રમુખ આંબાભાઇ પટેલ, મંત્રી ભરતભાઇ પટેલ, ધનજીભાઇ પટેલ વગેરેની જગ્યાએ પ્રમુખ ડો.બી.કે. લહેરૂ મહામંત્રી અનિલભાઇ બુધ્ધદેવ તથા કારોબારીમાં હરેશભાઇ પટેલ, મહેશભાઇ ભટ્ટ, રાજુભાઇ દોશી, ડો. અઘારા સાહેબ, પંકજ દોશી, ગિરીશ પટેલ, તુલસીભાઇ પટેલ, ભગવાનજીભાઇ પટેલની વરણી થઇ છે. તથા નવા વર્ષનું સ્નેહ મિલન મંગળવારે સાંજે ૭ કલાકે સોસાયટીના સભ્ય હોય તેને સહપરિવાર ભોજન માટે સાર્વજવનિક પ્લોટમાં પધારવું. 

(1:02 pm IST)