Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

મહુવા તાલુકાના રોડ રસ્તાઓના ઠેકાણા નથી : મિનિસ્ટર કશું કરે તેવી લોક માંગ

સાવરકુંડલા,તા.૨૨ : મહુવા તાલુકાના રસ્તાઓ એટલી હદે ખરાબ હાલતમાં છે તે જોય ને શરમ આવે તેવી ભયંકર સ્થિતિમાં જોવા મળે છે.

વાયબ્રન્ટ,ગતિશીલ, પ્રગતિશીલ અને વિકાસશીલના નામે ઓળખાવતા આ ભારતીય જનતા પાર્ટીના જવાબ દારો એક આંટો મહુવા બાજુ મારે તો ખબર પડે કે ગુજરાતમાં કેટલા અંશે વિકાસ થયો છે તેવું પ્રતીતિ થશે.

મહુવા તાલુકાના રોડ રસ્તા ભયંકર સ્થિતિમાં જોવા મળે છે તેથી જનતા ભારે ત્રાહિમામ પોકારી ઉઠી છે મહુવા ગામમાં એન્દ્રી કરતાની સાથે જ ગેઇટ પાસે ગોઠણ ગોઠણના ખાડાઓ પડી જવાથી ગાડીઓ પણ ડિસ્કો કરતી કરતી ચાલે છે તે જોવા લોકો ટોળા વળે છે આ રોડ રિપેરીગ કરવાની ગુજરાત સરકાર પાસે ફુરસદ નથી એક આશ્ચર્યની વાત તો એ છે કે મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણા વર્ષોથી આ ખાડા વાળો રોડ સરખો કરવી શકયાં નથી ત્યાં તેમને મિનિસ્ટર બનાવ્યા તેવી મહુવા તાલુકાની જનતામાં ચર્ચાઈ રહ્યું છે. આ ગોઠણ ગોઠણ સુધીના ખાડાઓ વાળા રોડ ઉપરથી આર.સી.મકવાણા પણ પસાર થાય છે છતાં પણ રોડ સરખો કે નવો કે રિપેરીગ કરવાની સૂચન આપવામાં આવતી નથી બોલો મહુવા માં પ્રવેશ કરતા ગેઇટ પાસેના બીમાર રસ્તા પાસેથી મહુવા તાલુકા ના અધિકારી અને પદાધિકારીઓ પણ રોજ પસાર થાય છે છતાં પણ આ રોડની દશા આવીને આવી તે વાત મહુવા તાલુકા માટે અતિ શરમ જનક ગણાય મિનિસ્ટર આર.સી.મકવાણાને વિકાસ માટે અમરેલીના પ્રભારી તરીકેનો વધારાની જવાબદારી સોપવામાં આવી છે પરંતુ પહેલા વિકાસ કર્યોથી મહુવાને ડેવલોમેન્ટ બનાવો પછી અમરેલી જિલ્લાનો વિકાસ કરાય તેવું મહુવા શહેરની જનતામાં ચર્ચાઈ રહ્યું છે. 

(12:55 pm IST)