Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

છેલ્લી ઘડીએ નિર્ણય થવા છતાં લીલી પરિક્રમા તંત્રના સહકારથી શાંતિપૂર્ણ સંપન્ન

(વનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રર : છેલ્લી ઘડીએ નિર્ણય થવા છતા પણ તંત્રના સહકાર- વ્યવસ્થાથી લીલી પરિક્રમા શાંતિપૂર્ણ સંપન્ન થઇ હોવાનું સંતોએ જણાવ્યું હતું.

ગિરનાર સંત મંડળના પ્રમુખ અને રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુએ જણાવેલ કે આખરે તંત્રએ ગિરનાર પરિક્રમાની મંજુરી આપી શ્રદ્ધાળુઓની લાગણીને જાણી હતી.

અંતિમ ઘડીએ પણ નિર્ણય થવા છતા પણ તંત્રએ પોતાની ફરજ બજાવી ભાવિકો માટે જરૂરી વ્યવસ્થા ગોઠવી હતી આમ તંત્રના સહયોગથી લીલી પરિક્રમા વિના વિઘ્ને પૂર્ણ થઇ છે.

ભાવિકો માટે સાધુ-સંતોએ પણ નાસ્તો અને ભોજનની વયવસ્થા કરી હતી.તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓએ પણ ભાવિકો માટે ભોજન-પાણી વગેરેની વ્યવસ્થા ગોઠવવામાં સહકાર આપ્યો હતો આ પ્રમાણે સૌના સહકારથી ભાવિકો પુણ્યનું ભાથુ બાંધી શકયા હતા.

આ તકે ઇન્દ્રભારતીબાપુએ રાજય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી, કચ્છના ધારાસભ્ય વિનોદભાઇ ચાવડા, શહેર ભાજપના પ્રમુખ પુનીતભાઇ શર્મા, કલેકટર રચિત રાજ, મ્યુનિ.કમિશ્નર રાજેશ તન્ના, ડી.આઇ.જી.મન્નીદર પ્રતાપસિંહ પવાર, એસ.પી.રવિ તેજા વાસમ શેટ્ટી, ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત વડા વિભાગ, મ.ન.પા.ના અધિકારીઓ-પદાધિકારીઓના સહકાર બદલ આભારની લાગણી વ્યકત કરી તમામને આર્શીવાદ પાઠવ્યા હતા.

(12:53 pm IST)