Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

જામનગરમાં એટીએમ કાર્ડના પાસવર્ડ દ્વારા બેંક કર્મીએ એક લાખની છેતરપીંડી કર્યાની ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પવનકુમાર પરમેશ્વર ભારતી, ઉ.વ.રપ, રે. દેવ પુષ્પ રૈયારાજ પાર્ક શેરી નં.ર, સૈલુસ હોસ્પિટલની પાછળ, રૈયા ચોકડી, રાજકોટવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૯–ર૧ ના આરોપી યશરાજસિંહ પ્રવિણસિંહ ગોહીલ, રે. ભાવનગર વાળા એ ભારત ફાઈનાન્શીયલ ઈન્ફલુઝન બ્રાંચ ઈન્ડુસલેન્ડ બેંકમાં બે કસ્ટમરોના એકાઉન્ટ ખોલાવી જેમાં લોનની અપાતી વેલકમ કીટ માંથી એટીએમ કાર્ડ તથા તેના પાસવર્ડનું કવર ગ્રાહકોને ન આપી આ બંન્ને કસ્ટમરોના ખાતા માંથી તેમની જાણ બહાર એટીએમ કાર્ડ વડે પચાસ પચાસ હજાર રૂપિયા મળી કુલ રૂ.૧,૦૦,૦૦૦/– ઉપાડી લઈ છેતરપીડીં કરી નાશી જઈ ગુનો કરેલ છે.

સાસરીયાઓએ દહેજ બાબતે દુઃખ ત્રાસ આપી પરણિતાને ઘરમાંથી કાઢી મુકી 

મહિલા પોલીસ સ્ટેશનમાં નફીસાબેન રૃંઝા તે ડો./ઓ. ઈદ્રીશભાઈ હુશેનભાઈ ભટ્ટી, ઉવ.ર૩, રે. માવતરના ઘરે કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ, ગરીબનવાઝ સોસાયટી શેરી નં.૧, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, લગ્ન જીવનના એક વર્ષ બાદ પછી થી તા.૧–૧૦–ર૧ સુધી આરોપીઓ પતિ– રહીમ કાસમભાઈ રૃંઝા, સાસુ–ફુલસમબેન કાસમભાઈ રૃંઝા, સસરા– કાસમભાઈ ઈબ્રાહીમભાઈ રૃંઝા, નણંદ શેહનાઝ સલીમ હાલેપૌત્રા, રે. રાજકોટ વાળા એ ફરીયાદી નફીસાબેનને લગ્ન જીવન દરમ્યાન અવાર – નવાર દહેજની માંગણી કરી ફરીયાદી નફીસાબેનના માતા–પિતા એ દહેજની માંગણી પુરી કરવા છતા તેમજ ફરીયાદી નફીસાબેનના ચારીત્ર બાબતે ફરીયાદી નફીસાબેન ઉપર ખોટી શંકા કુશંકા કરી અને તેને કોઈ સંતાન નથી તું વાંઝણી છો તને ઘરમાં રખાય નહી કાઢી મુકાય તેમ કહી ફરીયાદી નફીસાબેન સાથે અવાર નવાર ઝઘડો કરી ગંદી ગાળો કાઢી મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી નફીસાબેનને પહેરેલ કપડે કાઢી મુકી અસભ્ શારીરીક તથા માનસીક દુઃખ ત્રાસ આપી ગુનો કરેલ છે.

દારૂની બે બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

અહીં પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. દેવેન્દ્રસિંહ ગણપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૧૧–ર૦ર૧ ના હાપા કોલોની, ચાંદની ચોક પાસે, જામનગરમાં આ કામના આરોપી સોહિલભઈ સુલ્તાનભાઈ ખીરા, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.તથા દારૂ નો જથ્થ પુરો પાડનાર આરોપી કરણભાઈ ઉર્ફે બાડો વસંતભાઈ ગોરીની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બેભાન થઈ જતા યુવાનનું અગમ્ય કારણોસર મોત

અહીં ગુલાબનગર યોગેશ્વરનગર શેરી નં.ર, જામનગરમાં રહેતા દેવરાજભાઈ ચનાભાઈ બરબચિયા, ઉ.વ.પર, એ પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૧–૧૧–ર૧ ના અલિયા ગામ અને સપડા ગામની સીમમાં મરણજનાર કનુભાઈ દેવરાજભાઈ બરબચિયા, ઉ.વ.૩૪, રે. ગુલાબનગર યોગેશ્વરનગર શેરી નં.ર, જામનગરવાળા પોતાની વાડીએ ગાયને ઘાસ નાખવા જતા જાહેર કરનાર દેવરાજભાઈને મરણજનાર કનુભાઈ બેભાન હાલતમાં મળતા સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડોકટરે કોઈ અગમ્ય કારણસર મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

દારૂની ત્રણ બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

જામનગર : જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. અજયભાઈ મગનભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૧૧–ર૧ ના બાલંભા ગામ ભણચોક પાસે, જોડીયામાં આ  કામના આરોપી સોહીલભાઈ હુશેનભાઈ જામ, રે. બાલંભા ગામ વાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૩, કિંમત રૂ.૧પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી અમરભાઈ પરેશા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાલંભા ગામે દારૂની ત્રણ બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભગીરથસિંહ કિરીટસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર–૧૧–ર૧ ના બાલંભા ગામ બસ સ્ટેશનમાં આ કામના આરોપી મનોજપરી મોજપરી ગોસાઈ, રે. બાલંભા ગામ વાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૩, કિંમત રૂ.૧પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી અમરભાઈ પરેશા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બિમારીથી યુવાનનું મોત

સલાયા ગામ સ્ટેશન રોડ નુર મસ્જિદની સામે રહેતા અલી મામદભાઈ ભાયા, ઉ.વ.૩૮ એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૧–૧૧–ર૧ના આ કામે મરણજનાર અયુબભાઈ આદમભાઈ ભાયા, ઉ.વ.૪પ, રે. સ્ટેશન રોડ, નુર મસ્જિદ ની સામે, સલાયા ગામવાળાને છેલ્લા આઠેક માસથી બિમાર હોય અને ગઈ તા.ર૧–૧૧–ર૧ના કાલાવડ નાકા બહાર ગરીબ નવાઝ સોસાયટી શેરી નં.ર,જામનગરમાં તેની બહેનના રહેણાક મકાને હતા ત્યારે અચાનક તબીયત ખરાબ થતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા મહિલાનું મોત

અહીં પંચેશ્વર ટાવર, વંડા ફળી ગરીબ ચોક શેરી નં.ર, જામનગરમાં રહેતા મુકેશભાઈ ત્રબંકલાલ ત્રિવેદી, ઉ.વ.પ૭, એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૧–૧૧–ર૦ર૧ ના આ કામે મરણજનાર મીનાબેન મુકેશભાઈ ત્રિવેદી , ઉ.વ.પ૭, રે. પંચેશ્વર ટાવર, વંડાફળી, ગરીબ ચોક શેરી નં.ર, જામનગરવાળા ને રાત્રીના પોણા બારેક વાગ્યે અચાનક પેટમા તથા છાતીમાં દુઃખાવો થતા સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

તાવની બિમારીથી યુવાનનું મોત

અહીં નવાગામ ઘેડ, મેલડી માતાના મંદિર પાસે, જામનગરમાં રહેતા સરોજબેન મોહનભાઈ પરમાર, ઉ.વ.૪૦ એ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૧–૧૧–ર૧ ના આ કામે મરણજનાર લાલદાસ નથુલાલ દેશાણી, ઉ.વ.૩૦, રે. નવાગામ ઘેડ, મેલડીમાના મંદિર પાસે, જામનગરવાળા ને છેલ્લા છ એક દિવસથી તાવ તથા લોહીની ઉલ્ટીઓ થતી હોય જે બિમારી સબબ જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર દાખલ કરતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

રવેશમાંથી પડી જતા મહિલાનું મોત

જામનગરઃ રાજકોટમાં રહેતા ભરતભાઈ પ્રેમજીભાઈ કોટક, ઉ.વ.પ૩, એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૧–૧૧–ર૧ના આ કામે મરણજનાર ઈલાબેન ભરતભાઈ કોટક, ઉ.વ.૪૦, રે. ખંભાળીયા નાકા પાસે, જુની પોસ્ટ ઓફીસ પાસે, જામનગર વાળા રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઠામ વાસણ સાફ કરી હેઠવાળ રવેશ માંથી નીચે નાખવા જતા અકસ્માત રીતે પહેલા માળના રવેશથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા તથા શરીરે ઈજા થતા સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર દાખલ કરતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

(12:51 pm IST)