Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કોંગ્રેસમાં ઇન - મીન અને તીન છે : સી.આર.પાટીલ

ભાજપનો કાર્યકર્તા જીતવા નીકળ્યો છે અને જીતીને બતાવશે : જામનગરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષની ઉપસ્થિતિમાં સ્નેહમિલન સમારોહ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૨ : જામનગરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ઓશવાળ સેન્ટર ખાતે ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ સમારોહ પૂર્વે ટાઉનહોલથી ઓશવાળ સેન્ટર સુધી રોડ શો યોજાયો હતો. ૧ કિ.મી. બાઈક રેલીમાં ખુલ્લી જીપમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સ્નેહમિલનમાં પહોંચ્યા હતા.

ઓશવાલ સેન્ટરમાં જિલ્લા-શહેર ભાજપનું સ્નેહમિલન દરમ્યાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું અદકેરૃં સન્માન કરાયું હતું અને આ વેળાએ પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરનું ચૂંટાયેલા અપમાન કરે તે કોઇકાળે સહન ન કરી શકાય. ભાજપના કાર્યકરોને સચિવાલયમાં ચા-પાણી અને જમાડવાનું પણ ચૂંટાયેલા મંત્રીઓએ કરવું પડશે. અને માર્મિક ટકોર કરતા કહ્યું હતું કે મંત્રીઓ નવી કેડર ઉભી કરવા બદલાય છે.

ભાજપમાં મનામણા-રિસામણાની પ્રથા નથી. તેમ કહી જણાવ્યું હતું કે, ભાજપની પેઇઝ કમિટીનો પરચો કોંગ્રેસને ખબર છે. કોંગ્રેસમાં ઇન મીનને તીન છે એમાં પેઇઝ કમિટીના બને તેમ કહી સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસને ટોણો પણ માર્યો હતો.

૨૦૧૪ અને ૧૯માં મોદી સરકારે કોંગ્રેસને બસમાં બેસાડી દીધી છે. અને એ પણ પંચર થઈ ગઇ છે. ડિસેમ્બર ૨૦૨૨માં અશ્વ ફરી આવવાનો છે તેમ કહી સી.આર પાટીલે ગુજરાતમાં ચૂંટણી પૂર્વે ભાજપના કાર્યકર્તાઓ માં સોંપ્યું હતું પેઇઝ સમિતિને પેઇઝ ને જ જીતાડવા અપીલ કરી કહ્યું હતું કે, દરેક બુથમાં ૧૫૦ સભ્યો કરવા છે.

જામનગરને વેકસીનની જેમ દરેકમાં પહેલા રહેવાની આદત પાડવા સીઆર પાટીલે ખાસ હળવી શૈલીમાં ટકોર કરી હતી. અને કહ્યું હતું કે , ભાજપનો કાર્યકર્તા જીતવા નિકળ્યો છે અને જીતીને બતાવીશું.

જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે શહેર અને જિલ્લા ભાજપના કાર્યકરોને સ્નેહમિલનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સંબોધન કરી વિશિષ્ટ સિદ્ઘિ મેળવનાર લોકોને સન્માનિત પણ કર્યા હતા. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:50 pm IST)