Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચ્છની જિલ્લા સહકારી હોસ્પિટલની મુલાકાતે : આરોગ્ય વ્યવસ્થા અંગે સમીક્ષા કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૨ : કચ્છના પ્રવાસે આવેલા રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ભુજ મઘ્યે સરકારી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કચ્છની મુખ્ય સરકારી હોસ્પિટલ જી.કે.જનરલ, અદાણી હોસ્પિટલની મુલાકાત લઇ રાજય તેમજ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો અંતર્ગત લાભાર્થી દર્દીઓને ગુણાવત્ત્।ા યુકત સેવા વિનામુલ્યે આપવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી.

આ મુલાકાત દરમિયાન આરોગ્યમંત્રીશ્રી સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢક, સીવીલ સર્જન ડો. કશ્યપ બુચ, તેમજ ગુજરાત અદાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સીસના મેડીકલ ડાયેરકટર ડો. બાલાજી પીલ્લાઇ, મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હિરાણી તેમજ હોસ્પિટલના અન્ય તબિબો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

(11:52 am IST)