Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

મોરબી : ચેકરિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૨ : મોરબીમાં હાથ ઉછીના લીધેલા નાણા પરત ચૂકવવા આપેલ કેસ રિટર્ન થતા આ મામલે નોંધાયેલ ફોજદારી કેસમાં અદાલતે આરોપીને બમણી રકમ ચૂકવવા આદેશ કરવાની સાથે એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો મો૨બીના ગણેશભાઈ લાલજીભાઈ કંઝારીયાએ વિમલભાઈ અરૂણભાઈ પીઠડીયા પાસેથી હાથ ઉછીની ૨કમ રૂ. ૨,૦૦,૦૦૦ લીધેલ હતી, અને તે પૈસા પ૨ત માંગતા આરોપી ગણેશભાઈ લાલજીભાઈ કંઝારીયાએ રૂ. ૨,૦૦,૦૦૦નો ચેક ફ૨ીયાદીને આપેલ હતો, જે ચેક રીર્ટન થતાં ફરીયાદએ મો૨બીની કોર્ટમાં ફોજદારી ફ૨ીયાદ દાખલ કરેલ હતી.

જે ફ૨ીયાદની ટ્રાયલ દરમ્યાન આરોપીએ રૂ. ૫૦,૦૦૦ ફરીયાદીને ચુકવેલ હતા, અને બાકીની ૨કમ નહી ચુકવતા ફરીયાદની ટ્રાયલ ચાલી જતાં ફ૨ીયાદીના વકીલ અશ્વિન વિ. બડમલીયાની દલીલ તથા પુરાવાઓને ધ્યાને લઈ, મો૨બીના ચીફ જયુડી. મેજી. એ.એન વોરાએ આરોપી ગણેશભાઈ લાલજીભાઈ કંઝારીયાને એક વર્ષની સજા તથા ચેકની બાકી નીકળતી રકમ રૂ. ૧,૫૦,૦૦૦ની ડબલ રકમ રૂ. ૩,૦૦,૦૦૦નો આરોપીને દંડ કરવામાં આવેલ છે. આ કામના ફરીયાદી તરફે મોરબીના વકીલ અશ્વિન વિ. બડમલીયા રોકાયેલ હતા.

(11:42 am IST)