Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

મોરબીમાં પ્રદીપ મકવાણાને છરી ઝીંકી મિત્રએ મોતને ઘાટ ઉતારી દિધો

ખિસ્સા ખર્ચના રૂપિયા આપવાની ના પાડતા મિત્ર કેવલદાસ રાબડીયાએ છરીના ઘા ઝીંકી ઢિમઢાળી દિધું : ઇજાગ્રસ્ત પ્રદીપનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત

તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર પ્રદીપનો મૃતદેહ નજરે પડે છે.

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૨ : મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેણાંક મકાનમાં યુવાન પાસે મિત્રએ ખિસ્સા ખર્ચના પૈસા માગતા યુવાને નાં પડતા તેના પર મિત્રએ છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દિધો હતો.

મળતી માહિતી મુજબ મોરબીના સો ઓરડી વિસ્તારમાં રામદેવનગરમાં રહેતા સંદીપભાઈ વિનોદભાઈ મકવાણાએ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી કેવલદાસ નટવરદાસ રાબડીયા રહે.રામાપીર મંદિર બાજુમાં માળિયા વનાળીયા સોસાયટી વાળાએ ફરિયાદી સંદીપભાઈ મકવાણાના ભાઈ પ્રદીપ પાસે ખીસ્સા ખર્ચના પૈસા માંગતો હોય અને બાદમાં કેવલદાસે મરણજનાર પદીપને તેના ઘરે બોલાવીને ખિસ્સા ખર્ચના પૈસા માગતા મરણજનાર પ્રદીપે પૈસા નહિ આપતા આરોપી કેવલદાસે ઉશ્કેરાઈ જઈને ગાળો આપતા મરણજનાર પ્રદીપે ગાળો દેવાની નાં પડતા આરોપી કેવલદાસે પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢીમરણજનાર પ્રદીપને વાંસાના ભાગે મારી દેતા તેને ગંભીર ઈજા પહોંચતા રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

વધુ માહિતી મુજબ હત્યાનો ભોગ બનનાર પ્રદિપ વિનોદભાઇ મકવાણા ચાર ભાઇમાં બીજો અને કુંવારો હતો. તે છુટક મજૂરી કરતો હતો. મોરબી મહેન્દ્ર ચોકડીએ ઇન્દિરા નગરમાં રહેતો પ્રદિપ ગઇકાલે સાંજે માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતાં પોતાના ભાઇ સંદિપભાઇના ઘરે ગયો હતો. ત્યાંથી નજીકમાં રહેતાં મિત્ર કેવલદાસના ઘરે ગયો હતો. એ વખતે કેવલદાસે તેના વાંસામાં છરીના ઘા ઝીંકી દીધા હતાં. દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને તેનો ભાઇ સંદિપભાઇ પણ ત્યાં દોડી ગયો હતો અને પ્રદિપને મોરબી હોસ્પિટલે ખસેડ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

તેના ભાઇ સંદિપભાઇના કહેવા મુજબ હુમલો કરનાર કેવલદાસ એ પ્રદિપનો મિત્ર જ છે. બનાવ અંગે મોરબી બી-ડીવીઝનના પી.આઇ. જે.એમ.આલએ તપાસ હાથ ધરી છે. 

(11:41 am IST)