Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

માળીયા મિંયાણા પાસે ડમ્પર પાછળ બાઇક ઘુસી જતા મુળજીભાઇ મકવાણાનું મોત

રાસંગપર પાસે આઇશર અને ટેન્કર વચ્ચે અકસ્માત : ટેન્કરમાં નુકસાની

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૨ : માળિયા મોરબી હાઈવે પર ભારતનગરના પાટિયા નજીક બાઈકના ચાલકે મોટર સાઈકલ પુર ઝડપે ચલાવીને આગળ જતા અજાણ્યા ડમ્પરના ઠાઠામાં ભટકાડી દેતા આધેડનું મૃત્યુ નીપજયું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના મફતિયાપરામાં રહેતા કિશનભાઈ મુળજીભાઈ મકવાણાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મુળજીભાઈ પાંચાભાઈ મકવાણા (ઉં.૫૩) પોતાનું મોટર સાઈકલ જીજે ૩૬ ટીએમ ૪૩૩૦ લઈને પુર ઝડપે ચલાવીને જતા હોય દરમીયાન ભારતનગરના પાટિયા નજીક આગળ જતા અજાણ્યા ડમ્પરના ઠાઠામાં ભટકાડતા મુળજીભાઈ મકવાણાનું મૃત્યુ નીપજયું હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં માળિયાના નાની બરાર ગામે રહેતા જેસંગભાઈ રાણાભાઇ મિયાત્રા એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી આઈસર જીજે ૧૦ ટી એક્સ ૮૭૬૨ ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવીને રાસંગપર ગામના પાટીયા નજીક જેસંગભાઈના ટેન્કર જીજે ૦૩ એ એક્સ ૭૯૭૯ સાથે પાછળના જોટાના ભાગે ડ્રાઈવર સાઈડ ભટકાડી ટેન્કરમાં નુકશાની કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:18 am IST)