Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સાવરકુંડલાના માનવ મંદિરે ભક્તિ બાપુની લાડકી દીકરી જાનકીનો લગ્નોત્સવ માંગરોળના લોએજ ગામના યુવક સાથે યોજાઈ ગયો

સાવરકુંડલાઃ નજીક આવેલ માનવ મંદિરમાં પૂજય ભક્તિ બાપુની લાડકી દીકરીના લગ્ન સમારંભ પ્રસંગે અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને માનવમંદિરના સેવક પરિવારની વિશાળ હાજરીમાં ધામધૂમથી લગ્નોત્સવ યોજાઈ ગયો માંગરોળ નજીક લોજ ગામના પ્રવીણભાઈ ગોંડલીયાના સુપુત્ર ચિ. રવિ સાથે ભક્તિ બાપુ ગોંડલીયાની જાનકીના લગ્નોત્સવમાં હજારો સેવકોએ આશીર્વાદ આપ્યા અને લગ્નોત્સવ ની શોભામાં અભિવૃદ્ધિ કરી સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર ખોડલધામના સુપ્રીમો નરેશ પટેલ પૂર્વ કૃષિમંત્રી વઘાસિયા હિરેન હિરપરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાત જેસર તાલુકા પંચાયતના પ્રમુખ નિરુભા સરવૈયા રાજુલાના યુવાન એડવોકેટ સાગર સરવૈયા ડો.બાવળીયા અને રામપરા ના લાલભાઈ જીટીપીએલના અનકભાઇ વાળા ઈરફાન ગોરી સહિતના અગ્રણીઓ તેમજ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ દોષી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી રાજકોટ પીજીવીસીએલ સૌરાષ્ટ્ર ઝોનના મલકાણ સાહેબ જિલ્લા ભાજપ ઉંપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા રાજુલા નગરપાલિકા પ્રમુખ દ્યનશ્યામ લાખણોત્રા શરદ પંડયા. લોક સાહિત્યકાર અને માનવ મંદિરના જીવન સેવક મનસુખ વસોયા મોટી ખીલોરી વાળા તેમજ પત્રકાર  ઓ સૂર્યકાંત ચૌહાણ દિલીપ જીરુકા કેતન બગડા હરેશ ખુમાણ રાહુલ બગડા ભરતભાઈ ખુમાણ સહિતના પત્રકારોએ હાજરી આપી હતી તેમજ લગ્ન ગીત સંગીતની સુરાવલી સાથે વરરાજા રે મંડપમાં આવી રહ્યા હતા ત્યારે માનુ મંદિર માં રહેતી ૫૫ મનોરોગી બહેનો પણ સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈ નાચી ઊંઠી હતી અને વાજતે ગાજતે પાલક પિતા અને મનોરોગી દીકરીઓના ઉંદ્ધારક ભક્તિ બાપુ ની લાડકી દીકરી જાનકીના લગ્ન પ્રસંગે નાચી ઊંઠી હતી.(તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરીઃ સાવરકુંડલા)

 

(11:15 am IST)