Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ગોંડલ-વિંછીયા યાર્ડમાં વાહનમાંથી લાખોની રોકડ ચોરનાર બે શખ્સોને એલસીબીએ ઝડપી લીધા

રાજકોટઃ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના દાણા ભરીને આવેલ સવજીભાઇ ભીખાભાઇ ઢોલરીયાના સ્વરાજ મઝદા મેટાડોરમાંથી રૂપિયા ચાર લાખની ચોરી થવા પામી હતી તેવી જ રીતે વિંછીયા તાલુકામાં દેવરાજભાઇ રવજીભાઇ સાકરીયાના પીક આપવામાંથી રૂપિયા ૪પ હજાર ભરેલી પર્સની ચોરી થઇ હતી બનાવના પગલે એલસીબી પીઆઇ ગોહિલ, પીએસઆઇ રાણા, એ.એસ.આઇ. જાની, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, રવિ દેવભાઇ બારડ, અનિલભાઇ ગુજરાતી તેમજ પ્રહલાદસિંહ રાઠોડ સહિતનાઓએ તપાસના ચક્રો ગતિમાન કરી સીસીટીવી ફૂટેજ ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સના આધારે ગોંડલ તાલુકાના વાસાવડ ગામથી ગોંડલ તરફ આવતા રાહિત રહીમભાઇ ખલીયાણી રહે. બોટાદ તેમજ સાજીદ યુનુસભાઇ પરિયાણી રહે. બોટાદ વાળાને રૂપિયા ૩૯પ૦૦૦ રોકડા, બે મોબાઇલ ફોન તેમજ બાઇક મળી કુલ રપિયા ૪૧૮પપ૦ના મુદામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચનો કાફલો નજરે પડે છે.

(11:36 am IST)