Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ભાવનગર શહેરની સ્‍ટીલ કાસ્‍ટ કંપનીમાં અકસ્‍માતે પડી જતા યુવાનનું મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૨ : ભાવનગર શહેરના રૂવાપરી રોડ ઉપર આવેલ સ્‍ટીલકાસ્‍ટ કંપનીમાં શેડના કામ દરમ્‍યાન યુવકનું નીચે પટકાતા મોત નિપજયું હતું.
સ્‍ટીલ કાસ્‍ટ કંપનીમાં શેડના ચાલી રહેલા કામ દરમ્‍યાન પ્રવિણભાઈ ઉર્ફે રવિ જગદીશભાઈ ડાભી રે. ધના નાગર, કરચલીયા પરા, અકસ્‍માતે નીચે પટકાતા તેને ગંભીર ઈજા થવા પામી હતી. તેને તાત્‍કાલીક સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતું પરંતુ જયાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું.
આ અંગે જગદીશભાઈ દયાળભાઈ ડાભીએ આપેલા નિવેદનના આધારે બી ડીવીઝન પોલીસે અકસ્‍માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:29 am IST)