Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ગીર સોમનાથ જીલ્લા પોલિસ તંત્રે રાષ્‍ટ્રીય પોલિસ શહિદ સંભારણા દિવસની ઉજવણી

જીલ્લા વડામથક ખાતે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી અને ઉનાના ઉમેદ ખાતે નાયબ પોલિસ અધિક્ષક એમ. એમ. પરમાર સહિત જીલ્લાના ઉચ્‍ચ અધિકારીઓ-પોલિસ જવાનોએ વર્ષભરમાં શહિદ થયેલા પોતાના સાથી જવાનોને શ્રધ્‍ધાંજલી આપી

(મીનાક્ષી - ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. રર :.. ર૧ ઓકટોબર રાષ્‍ટ્ર - રાજયમાં વર્ષ દરમ્‍યાન ફરજ ઉપર વીરગતિ પામેલા પોલીસ અધિકારીઓ, જવાનો અને કર્મચારીઓને શ્રધ્‍ધાંજલી અર્પવા સોમનાથના એમ. ટી. મેદાન ખાતે ખાસ શ્રધ્‍ધાંજલી પેરેડનું આયોજન કરાયુ હતું.
જેમાં પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી નાયબ પોલીસ અધિક્ષક જી. બી. બામણીયા, મુકેશભાઇ ઉપાધ્‍યાય, હેડ કવાર્ટર આર. એસ. આઇ. ઝણકાટ, પ્રભાસ પાટણ, વેરાવળ, સોમનાથ મરીન, સોમનાથ સુરક્ષા સહિતના પોલીસ ઇન્‍સ., પોલીસ  સબ ઇન્‍સ. પોલીસ દળના જવાનો ઉપસ્‍થિત રહ્યા હતાં.
જયારે ઉનાના ઉમેદ ખાતે નાયબ પોલીસ અધિક્ષક એમ. એમ. પરમાર, પી. એસ. આઇ. ચુડાસમા તથા પોલીસ દળના જવાનો ઉપસ્‍થિત રહી. વર્ષ દરમ્‍યાન ફરજ બજાવતાં શહિદ થયેલા જવાનોને પુષ્‍પાંજલી અર્પી - શહિદ પ્રતિક સ્‍મારકને નમન કરી બે મીનીટનું મૌન રાખી ‘બ્‍યુગલ લાસ્‍ટ પોસ્‍ટ' એટલે કે શોકદર્શક અંતિમ સલામી આપી હતી.
શોક વંદનાના આ કાર્યક્રમમાં વર્ષ દરમ્‍યાન શહીદ થયેલા સમગ્ર રાષ્‍ટ્રના વીરગતિ પામેલા અમર જવાનોના નામનું વાંચન કરાયું હતું. તેમજ તેના બલિદાનને યાદ કરી તેની ફરજ ભાવનાને સલામ - વંદન કરાયાં.
આમ ગીર-સોમનાથ પોલીસે પ્રત્‍યેક વર્ષની જેમ ર૧ ઓકટોબરે ‘પોલીસ સંભારણા દિન' મનાવ્‍યો.

 

(11:11 am IST)