Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

કૃષિ રાહત પેકેજમાં રહી ગયેલા ઉપલેટા તાલુકાના ગામડાઓનો સમાવેશ કરવા રજુઆત

સંસદ ધડુક અને પૂર્વ ધારાસભ્‍ય માકડીયાએ કૃષિ સહાય અંથે રજુઆત કરતા રાઘવજી પટેલે પુનઃ કામગીરીનો આપ્‍યો વિશ્વાસ

મોટી પાનેલી,તા.૨૨:  ઉપલેટા તાલુકામાં અતિશય વરસાદને લઇ જે અતિવૃષ્ટિ સર્જાયેલ જેનેલઈને તાલુકાના તમામ ગામોમાં કપાસ મગફળી સાથે કઠોળના પાકોમાંᅠ ભારે નુકશાની આવી છે અથવાતો પાક સાવ નિષ્‍ફ્‌ળ ગયેલ છે જેની રજુઆત સરકાર સમક્ષ કરવામાં આવેલ જે ધ્‍યાનમાં લઈને તાલુકાના ગામોનું સર્વે ટિમ દ્વારા સર્વે કરવામાં આવેલ હતું ત્‍યારબાદ સરકારશ્રી દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ પરંતુ ઉપલેટા ધોરાજી પંથકના અમુક ગામો સહાય પેકેજમાં સમાવેશના થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળેલ છે એકજ તાલુકામાં બાજુ બાજુમાં ગામો આવેલા હોય જેમ કે મોટી પાનેલીની પાંચ કે સાત કિલોમીટરના દાયરામાં આવતા ખારચીયા ઝાર રબારીકા વલાસણ સીદસર જેવા ગામોમાં રાહત પેકેજનો સમાવેશ કરવામાં આવેલ છે જયારે મોટી પાનેલી આ રાહત પેકેજમાં બાકાત રાખવામાં આવતા ખેડૂતોને ભારે અન્‍યાય થયેલ હોવાનું ફલિત થતા આગેવાનોએ તાલુકાના પૂર્વ ધારાસભ્‍ય પ્રવીણભાઈ માકડીયા તેમજ સંસદ રમેશભાઈ ધડુક સમક્ષ રજુઆત કરી સરકાર પાસે તાલુકાના બાકી રહી ગયેલા ગામડાઓ નો પણ રાહત પેકેજમાં સમાવેશ થાય તેવું કરાવવા જણાવેલ જેને ધ્‍યાનમાં લઈને પૂર્વ ધારાસભ્‍ય પ્રવીણભાઈ માકડીયા સંસદ રમેશભાઈ ધડુક સાથે વિરલભાઈ પનારા તેમજ અન્‍ય આગેવાનોએ ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રીશ્રી તેમજ કૃષિમંત્રીશ્રી રાદ્યવજી પટેલને મુલાકાત કરી ઉપલેટા ધોરાજી તાલુકાના રહી ગયેલા ગામડાઓનો પણ રાહત પેકેજમાં સમાવેશ કરવા આકરી રજૂઆત કરેલ જેનેલીધે કૃષિ મંત્રીએ પુનઃ કામગીરીમાં રહી ગયેલા ગામોનો સમાવેશ કરવાનો વિશ્વાસ આપેલ છે.
 

 

(10:33 am IST)