Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

મોટી પાનેલી વલાસણ પંથકમાં રોજ જુદા-જુદા સમયનું લોડસેટિંગ

કોલસાની અછતને લીધે વીજ ઉત્‍પાદનની અસરમાં પણ ખેડૂતોને ડામ

મોટી પાનેલી,તા.૨૨:  મોટી પાનેલી વલાસણ પંથકમાં ખેતીવાડી વિજ સમસ્‍યાને લઈને ખેડૂતો પારાવાર પરેશાન બન્‍યા છે લગભગ છેલ્લા પંદર દિવસથી ખેતીવાડીમાં લાઈટની સમસ્‍યાને લઈને ખેડૂતો હેરાન પરેશાન છે કોલસાની અછત ને લીધે વિજ ઉત્‍પાદનમાં જે અસર આવેલ છે તેનો ડામ પણ ખેડૂતો સહન કરી રહ્યા છે મોંદ્યુ ડીઝલ પેટ્રોલ મોંઘુ બિયારણ મોંદ્યુ ખાતર અને દવા અને ઉપરથી અત્‍યારે મજૂરીના મૂલ સાંભળો તો આંખે અંધારા આવી જાય. એવામાં ખેતરે કામ કરવા મજુર કીધો હોય અને જયા બે કલાક કામ કરે ત્‍યાં લાઈટ જતી રહે એ પછી ક્‍યારે આવે એનો જવાબ કોઈ આપી શકતું નથી લાઇનફોલ્‍ટ અને લોડશેટીન્‍ગનું જણાવી ઉપરથી લાઈટ કાપી હોવાનું ખેડૂતોને જણાવી દેવામાં આવે છે હવે ખેડૂતોને લાઈટ માટે આખોદી ને રાત રાહ જોઈને બેસી રહેવું પડે છે અને જો સુઈજાય તો ઉભા મોલને પાણીના મળી શકે અને જાગે તો લાઈટ ક્‍યારે આવે એ નક્કી નથી આવી પરેશાની વચ્‍ચે ખેડૂત બિચારો માયકાંગલો બની બેઠો છે હજુ તો શિયાળુ મોલનું વાવેતર ચાલુ નથી થયું ત્‍યારે તો વીજળીની વધુ જરૂરિયાત ઉભી થાશે તો ત્‍યારે ખેડૂતોની હાલત શું થાશે એ પણ સમસ્‍યા છે ખેડૂતોની આવી દશામાં થી વહેલાસર મુક્‍તિ મળે અને લાઇટનો સમય ચોક્કસ નક્કી કરી ખેડૂતોને જણાવે એવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. જો સરકાર ખેડૂતોની આ સમસ્‍યાનો નિકાલ તાત્‍કાલિક નહીં લયાવે તો ભવિષ્‍યમાં સરકારને ખેડૂતોના રોષનો ભોગ બનવું પડશે.  

 

(10:32 am IST)