Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ધારીના ખોડિયાર ડેમ પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો મંદીથી કંટાળી રત્નકલાકારે જીવન ટુંકાવ્યાનું અનુમાન

બે દિવસ પહેલા કોઈને કહયા વગર ઘરેથી નીકળી ગયો હતો :

 

અમરેલીનાં ધારી પાસે આવેલા ખોડીયાર ડેમ પાસે એક યુવકનો મૃતદેહ મળ્યો છે. યુવક બે દિવસ પહેલા કોઇને પણ કહ્યા વગર ઘરથી નિકળી ગયો હતો. યુવક હીરા બજારમાં કામ કરતો રત્નકલાકાર હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે. અને મંદીના કારણે પૈસાની ખેંચતાણમાં આત્મહત્યા કરી લાધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે ઘટના સ્થળે જઇ મામલે વધું તપાસ હાથ ધરી છે.

(11:47 pm IST)