Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સુરેન્દ્રનગરનાં ફેદરા ગામ પાસે ખાનગી બસ પલ્ટી જતાં બેને ઇજાઃ ૪૦નો બચાવ

સુરેન્દ્રનગર, તા.૨૨: જીલ્લાનાં ફેદરા ગામ પાસે ગઇ રાત્રે ખાનગી બસ પલ્ટી મારી જતા બે મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જયારે ૪૦ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રસ્તાઓમાં રોજ બરોજ અનેક અકસ્માત સર્જાયા કરે છે. ત્યારે કહેવત છે ને રામ રાખે તેને કોણ ચાખે ..અંહી આ ઉકિત ૧૦૦ ટકા સાચી પડી છે. બરવાડા પાસે એક ખાનગી બસને અકસ્માત થયો છે અને બસ આખી પલટી ખાઈ ગયી છે. પરંતુ બસમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ધંધુકાના બરવાળા રોડ પર આવેલા ફેદરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જયારે બસમાં સવાર ૪૦ વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. સુરતથી અમરેલી જઈ રહેલી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ઙ્ગબસના ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે દ્યાયલ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

(12:58 pm IST)