Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

નરસિંહ મહેતા યુનિવર્સિટીની કર્મનિષ્ઠાઃ માત્ર પાંચ દિ'માં પરિણામ

BCA સેમેસ્ટર-પનું ૮૧.૪પ ટકા તથા B.Sc(IT)નું ૯૪.૭૩ ટકા પરિણામઃ અનુસ્નાતકની પરીક્ષામાં એક કોપી કેસ

જુનાગઢ તા. રર : ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢની સ્નાતક કક્ષાની સેમેસ્ટર ૩ અને પ ની મોટાભાગની પરીક્ષાઓ ગઇકાલે જ પુર્ણ થઇ છે ત્યારે BCA તથા B.Sc.(I.T.) સેમેસ્ટર પ ની પરીક્ષા પુરી થયાના માત્ર પ દિવસ જેવા ટુંકાવાળામાં જ આજરોજ બન્ને કોર્ષના પરીણામો યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીના હિતાર્થે જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં BCA નું પરિણામ ૮૧.૪પ ટકા તથા B.Sc. (I.T.)  નું પરીણામ ૯૪.૭૩ ટકા જેટલું જાહેર કરવામાં આવ્યું છ.ે

આ અંગે યુનિવર્સિટીની સતાવાર યાદીમાં જણાવ્યું હતું જયારે અનુસ્તાતક પરીક્ષાના પ્રથમ દિ'એ ભવન યોગી એક કોપી કેસ કરાયો ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢની વેબસાઇટ http://www.bknmu.edu.in ઉપર પણ પરીણામ જોઇ શકાશેે. જે વિદ્યાર્થીઓ પેપરોનું પુનઃમુલ્યાંકન કરાવવા માગતા હોય તેઓ પરીણામ જાહેર થયાના દિવસ-૧૦ માં પોતાની કોલેજ મારફત અરજી કરી શકે છે.

યુનિવર્સિટી દ્વારા દરેક પેપર પુર્ણ થયાના બીજાજ દિવસથી અનુભવી અને વિદ્વાન અધ્યાપકો પાસે પેપર ચકાસણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અને કુલપતિશ્રી પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદી, રજીસ્ટ્રાર ડો.મયંક સોની, પરીક્ષા કામગીરીના ઓફિસર ઓન સ્પેશ્યલ ડયુી (OSD) પ્રો.એ. એચ.બાપોદરા, પરીક્ષા નિયામક ડો. ડી.એચ.સુખડીયા સહિતના સીધા માર્ગદર્શન તથા નિગરાની હેઠળ ગોપનીય રીતે તટસ્થતા પૂર્વક પેપર ચકાસણીની કામગીરી ચાલી રહી છે. હજુ પણ બાકી રહેલા તમામ પરીણામો વહેલીતકે જાહેર કરી દેવાનો નિર્ધાર કુલપતિશ્રી પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદી દ્વારા જાહેર કરાયો છ.ે

એક કોપી કેસ

યુનિવર્સિટી સહિત અલગ અલગ ૧૧ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુસ્નાતક કક્ષાની અલગ અલગ નવ કોર્ષની પરીક્ષામાં શરુ થઇ છે. ત્યારે પ્રથમ દિવસે યુનિવર્સિટી ખાતે જ એમ.એસ.સી.કેમેસ્ટ્રી સેમેન્ટર-૧ માં કોપીકેસ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાં જ સમગ્ર અનુસ્નાતક કક્ષાની પરીક્ષમાં સૌપ્રથમ કોપીકેસ કરીને પરીક્ષા સુધારણા સંદર્ભે કુલપતિ પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદીએ આકરૃં અને દાખલારૂપ પગલું ભયુંર્ છે.  અનુસ્નાતક કક્ષાની પરીક્ષામાં કુલ ૪૦૧૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી પ્રથમ દિવસે ૧૦૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને એક કોપીકેસ થયો હતો.

(12:56 pm IST)