Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સાવરકુંડલા એસ.એમ.જી.કે. શૈક્ષણિક સંકુલમાં સાંસદના પ્રયત્નોથી નર્મદા પાણીનું કનેકશન મંજુર

સાવરકુંડલા તા ૨૨  : મહુવા રોડ ઉપર સુફિ સંતશ્રી દાદાબાપુના માર્ગદર્શન નીચે ચાલતા એસ.એમ.જી.કે.  શૈક્ષણિક  સંકુલમાં પાણીની  જરૂરીયાને ધ્યાનમાં રાખી સાંસદશ્રી નારણભાઇ કાછડીયાના પ્રયત્નોથી  નર્મદાના પાણીનું કનેકશન મંજુર થયું છે.

કામગીરી  પુરી થતા પૂજય દાદાબાપુની હાજરીમાં સંકુલ ખાતે સંપમાં નર્મદાના નીરને વધાવવાનો એક કાર્યક્રમ યોજાઇ ગયો, જેમાં સાંસદ કાછડીયા સાથે પાણી પુરવઠા બોર્ડ અમરેલીથી શ્રી ઝાલા સાહેબ, સાવરકુંડલાથી જે.એન. પ્રજાપતિ સાહેબે શ્રીફળ વધેરી સંપ ખાતે નર્મદાના પાણીના વધામણા કર્યા હતા. આ પ્રસંગે યાર્ડના પ્રમુખ દિપકભાઇ માલાણી, ઉપપ્રમુખ મનજીભાઇ તળાવીયા, મુસ્લીમ સમાજના અગ્રણી મુસ્તાકભાઇ જાદવ, ટ્રસ્ટી નાસીરભાઇ કુરેશી, અશરફભાઇ કાશમાણી સાથે જીવનભાઇ વેકરીયા, ભાયસુખભાઇ પંડયા, પી.એમ. માગુંકિયા હાજર રહયા હતા. સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા સંસ્થાને સહકાર મળતો રહયો હોય સંસ્થાના ટ્રસ્ટીઓએ આભાર વ્યકત કર્યો હતો.

(11:43 am IST)