Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ધોરાજીમાં પૂ.પાંડુરંગ શાસ્ત્રીજીના જન્મદિનની ''મનુષ્ય ગૌરવ દિન'' તરીકે ઉજવણી

 ધોરાજી તા.રર : ૧૯ ઓકટોબરનો દિવસ એટલે ''મનુષ્ય ગૌરવ દિન'' આ દિવસ એટલે અર્વાચીન મહર્ષિ, તત્વચિંતક આર્ષદયરા એવા પરમ પુજનીય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલેનો જન્મ દિવસ પૂ.દાદાજીના જન્મ શતાબ્દી વર્ષના પ્રથમ દિવસે દાદાજીની ૧૦૦મી જન્મ જયંતિ ''મનુષ્ય ગૌરવ દિન'' તરીકે ઉજવવા ધોરાજીના આંગણે તાલુકા ભરનો સ્વાધ્યાય પરીવાર મળેલ લગભગ રપ૦૦ થી ૩૦૦૦ ભાઇઓ બહેનો દ્વારા અહિના ભગવતસિંહજી હાઇસ્કુલના મેદાનમાં સાંજના બે કલાકનો ઉત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે અનેરા દ્રશ્યો સર્જાયા હતા.

૧૦૦ના સ્કીન સાથેની ચાકડા અને તોરણોથી સુશોભીત વ્યાસપીઠ અને: આકર્ષણ જમાવતી હતી સેંકડો દિવાઓ અને તાજા ફુલોથી બનાવેલ રંગોળી તથા ડેકોરેટીવ બેડાઓથી શણગારીત બેઠક વ્યવસ્થા પણ બેનમુન હતી.

ઉત્સવના કાર્યક્રમ દરમ્યાન સેંકડો યુવા, યુવતીઓ અને મોટી બહેનોએ પોતાના સ્થાન પર ઉભા થઇ પોતાના હૃદયની લાગણીઓ ભાવવંદના દ્વારા વ્યકત કરેલ.

માનવ્યના વિકાસની જયારે જયારે વાત યાદ આવશે ત્યારે દરેકે દરેક દાદાજી તમા: નામ ગૌરવથી લેશે એવુ મળેલા પરીવારે જણાવી અને પૂજનીય દાદાજીના જન્મ શતાબ્દી વર્ષના પ્રારંભથીજ સ્વાધ્યાય પરીવારના તમામ કૃતિશીલ ભાઇઓ-બહેનો, યુવાનો પૂજયદાદાએ બતાવેલ રીતી અને પધ્ધતિ મુજબ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવા થનગની રહ્યા છે. અને કટીબધ્ધતાનો નિર્ધોષ કરેલ છ.ે

કાર્યક્રમના અંતે મીણબતીઓ પ્રગટાવી અને તેજ-વંદના કરી હતી.

(11:39 am IST)