Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ખેડૂતોના અણઉકેલ પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે કાલે મોરબીમાં પ્રદેશ કિશાન કોંગ્રેસની રેલીઃ આવેદન

મોરબી,તા.૨૨: ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસ દ્વારા તા. ૨૩ ને બુધવારના રોજ મોરબી ખાતે રેલી યોજી જીલ્લા પંચાયત કચેરીએ ખેતીવાડી અધિકારીને આવેદન પાઠવીને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે

ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાની યાદીમાં જણાવ્યા અનુસાર તા. ૨૩ ને બુધવારે મોરબી જીલ્લાના ખેડૂતોને સાથે રાખીને બપોરે ૩ કલાકે રેલી યોજાશે જે રેલી ગાંધી ચોકથી શરુ કરીને જીલ્લા પંચાયત કચેરી ખાતે પૂર્ણ થશે જયાં કૃષિ અધિકારીને આવેદન પાઠવી રજૂઆત કરાશે રેલી ગાંધીચોકથી વિજય ટોકીઝ, ડો. તખ્તસિંહજી રોડ, સુપરટોકીઝ અને સ્ટેશન રોડ થઈને જીલ્લા પંચાયત કચેરી પહોંચશે જે રેલીના કાર્યક્રમમાં મોરબીના ખેડૂતોએ જોડાવવા કોંગ્રેસ અગ્રણી કાંતિલાલ બાવરવાની યાદીમાં જણાવ્યું છે.

(11:31 am IST)