Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

શનીવારે પાલીતાણા શ્રી કાલભૈરવ પીઠમાં મહાયજ્ઞ

આચાર્ય પૂ. રમેશભાઇ શુકલના સાનિધ્યમા વિવિધ ધાર્મિક કાર્યક્રમોઃ વિજયભાઇ રૂપાણી દર્શનનો લાભ લેશે

રાજકોટ તા. રર :.. ભાવનગર જીલ્લાના પાલીતાણામાં શ્રી કાલભૈરવ પીઠ ખાતે તા. ર૬ ને શનીવારે કાળીચૌદશ  નિમિતે આચાર્ય શ્રી રમેશભાઇ શુકલ (ભાગવતાચાર્ય - યજ્ઞાચાર્ય) ની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં યજ્ઞ ફૌજી, શ્રી કાલભૈરવ મહાયજ્ઞ પ.પૂ. રાષ્ટ્રીય સંતશ્રી બજરંગદાસબાપા ગુરૂ આશ્રમ બગદાણાની પ્રેરણાથી યોજાયો છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો પૂજન, અર્ચન, દર્શનનો લાભ લેશે.

શ્રી કાલભૈરવ મહારાજની અસીમ કૃપાથી ગુજરાતના  લોક કલ્યાણ અર્થે ભારત દેશની સુરક્ષા અને સમગ્ર રાષ્ટ્રની ચેતના અર્થે તેમજ ભારતના વિર ફૌજી જવાનોની ઉર્જા શકિત માટે પરંપરાગત પ્રતિવર્ષ મુજબ શ્રી કાલભૈરવ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કાળીચૌદશ (કાળ રાત્રી)  તા. ર૬-૧૦-ર૦૧૯ શનિવાર રાત્રીના રાખેલ છે.

તા. ર૬ ને શનીવારે યજ્ઞ પ્રારંભ સમય સવાર ૮ થી રાત્રી ૧ર સુધી, ધજા આરોહણ સવારના ૭ કલાકે, રૂદ્રાભિષેક સવારન ૬ કલાકે, શણગાર દર્શન બપોરના ૪ કલાકે, મહાઆરતી સાંજના ૭.૩૦ કલાકે, મહાપ્રસાદ રાત્રીન ૮ કલાકે રાજબાઇ માતાનું મંદિર ખાતે યોજાશે.

ધર્મપ્રેમી જનતાને ધર્મ લાભ લેવા જાહેર નિમંત્રણ આચાર્યશ્રી રમેશભાઇ શુકલ, શ્રી કાલભૈરવ પીઠ પાલીતાણા, જી. ભાવનગર દ્વારા પાઠવાયુ છે. આ માટે એક વસ્ત્ર કાળા કલરનું ખાસ પહેરવુ તેમ જણાવાયું છે.

જયારે અતિથી તરીકે પી. કે. લહેરી સોમનાથ ટ્રસ્ટ, અશોકદાદા ત્રિવેદી બ્રહ્મસમાજ પ્રમુખ હિરેનભાઇ જાની, ધારાશાસ્ત્રી મહિપાલસિંહ -વડોદરા, જીતુભાઇ એમ. કુહાડા-ખારવા સમાજ પ્રમુખ પ્રવિણભાઇ પંડયા (ભુદેવ), પ.પૂ. શ્રી મનજીદાદા (ગુરૂ આશ્રમ બગદાણા), પ.પૂ. શ્રી જીનશેખર મહારાજ, પ.પૂ. શ્રી ભાઇ મહારાજ, પ.પૂ. શ્રી વિષ્ણુસ્વામીજી (અકવાડા), ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત મનસુખભાઇ માંડવીયા (કેન્દ્રીય મંત્રીશ્રી), જીતુભાઇ વાઘાણી (પ્રદેશ પ્રમુખશ્રી -ગુજરાત), આઇ. કે. જાડેજા (ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ), લવજીભાઇ બાદશાહ (ભામાશા), કોમલકાંતભાઇ શર્મા (ઉદ્યોગપતિ), સંદિપ એમ. શાહ (ઉદ્યોગપતિ) પુરૂષોતમભાઇ ઓ. સોલંકી (મત્સ્ય. મંત્રીશ્રી), અનિલભઇ (બગદાણા), કિશોરભાઇ એમ. કુહાડા (વેરવળ), જનકભઇ (બગદાણા), નિતીનભાઇ ભારદ્વાજ (રાજકોટ), હિરાભાઇ સોલંકી (રાજુલા), મહેન્દ્રસિંહ પી. સરવૈયા (ગુજ. હા. બોર્ડ), ભીખાભાઇ આર. બારૈયા (ધારાસભ્યશ્રી), જયપાલસિંહ ગોહીલ (ન. પા. પ્રમુખ), સૌરભભાઇ પટેલ (ઉર્જા મંત્રી), નારણભાઇ કાછડીયા (સાંસદ), કુવરજીભાઇ બાળીયા (કે. મંત્રીશ્રી), આત્મારામભાઇ પરમાર, દિલીપભાઇ સંઘાણી (અમરેલી), ડી. કે. સખીયા (જી. પ. રાજકોટ) ઉપસ્થિતિ રહેશે.

આ તકે કરનભાઇ શાહ (સાંજ સમાચાર), જવલંત  છાયા (ચિત્રલેખા), ભોગીકાકા (નગર શેઠ), જીજ્ઞેશ ગાંધી (બેંગલોર), હેતલ રાજયગુરૂ ભાવનગર, સુરેશભાઇ સોલંકી કેબલ, વિરેન્દ્રસિંહ ડી. સરવૈયા -પાલીતાણા, મયુરસિંહજી એચ. સરવૈયા - એજયુ. પ્રમુખ, ભગીરથસિંહજી પી. સરવૈયા, કિરૂભા સરવૈયા, અશ્વિનસિંહ ગોહીલ (લાપાળીયા), ઓમદેવસિંહ સરવૈયા, પ્રવિણભાઇ ગઢવી, રમેશભાઇ પ્રજાપતી (પીએસઆઇ), ભરતભાઇ સૌરાણી ગ્રુપ, મુકુન્દસિંહ વી. સરવૈયા, પ્રદ્યુમનસિંહ સરવૈયા, કાર્તીકભાઇ હુદડ, અશોકભાઇ સોની (મોરબી), ભરતભાઇ મકવાણા સરપંચ, અમુલભાઇ ચૌહાણ(ભાવનગર), અશોકસિંહ મઢુલી, અશોકસિંહ મશહુર, રાકેશસિંહ આર. ગોહીલ, સ્ટેટ, રાજનભાઇ જૈન, ગણેશભાઇ ચમારડી, દીપકભાઇ ચમારડી, પરેશભાઇ પંડયા વંદે માતરમ, સંજયસિંહ ગોહીલ, તા. પં. પ્ર. ઘોઘા, દિગુભા એમ. ગોહીલ (પાલીતાણા), પ્રફુલભાઇ કનેરીયા કમીશનર (જુનાગઢ), ધીરૂભાઇ મેયર (જુનાગઢ), રાજા ચુડાસમા, અશોકભઇ પરમાર (વરતેજ), અશોકભાઇ જે. પટેલ, ગોપાલસિંહ એચ. ગોહીલ, રણજીતભાઇ મોરી (વરતેજ), યુવરાજસિંહ રાણા (નારી), પ્રદીપભાઇ મેખીયા, પૃથ્વીરાજસિંહ ગોહીલ, અશોકસિંહ ગોહિલ (ગંગાસતી), આણંદભાઇ ગમારા (માલપરા), રાજુભાઇ સમયમીડીયા, નિરજભાઇ ભટ્ટ, જયંતીભાઇ બી. સોલંકી, અનુભાઇ તેરૈયા (કોડીનર), રમેશભાઇ ચૌહાણ (કોડીનાર), સુનીલભાઇ લાલબાપા (વેરાવળ), સંજયભાઇ ડોડીયા (વેરાવળ), ગોવિંદભાઇ વેરાવળ, ડો. શ્રીકાંતભાઇ (સિહોર), દેવુભાઇ ધોળકીયા (સિહોર), અશોકભાઇ ઉલવા (સિહોર), અજયભાઇ શુકલ (સિહોર), જીજ્ઞેશ ભીખાભાઇ રબારી (સિહોર), વલ્લભભાઇ કાંબડ (વલ્લભીપુર), મનસુખભાઇ (નાકરાણી), ગીતાબેન એન. મીસ્ત્રી (ભાવનગર) ને આમંત્રણ પાઠવાયું છે.

મુખ્ય યજમાન પ.પૂ. કેતનમાડી ત્થા હરસિધ્ધ મંડળ, જે. પી. ગાબાણી પરિવાર (ખોપાળા), યોગેશભાઇ પુજારા (રાજકોટ), પુજારા મોબાઇલ, સુરેશભાઇ ચંદારાણા (ધવલ એગ્રી), નિલેશભાઇ ભટ્ટ, ભોળાભાઇ રબારી (બોટાદ), અનિલભાઇ સોલંકી, પંકજભાઇ ભટ્ટ (ચેરમેન શ્રી સંગીત અકાદમી), ગોપાલભાઇ ભુવા (એશિયાટીક કોલેજ, ગોંડલ), પ્રતિપાલસિંહજી જાડેજા (ગોંડલ), લક્ષ્મણભાઇ રાઠોડ, ભરતભાઇ મેર (ખોડલ), નરેનભાઇ સાંગા (ઉડવી), કેતનભાઇ જોષી (મહુવા), હસુભાઇ ત્રિવેદી (મહુવા), રમેશભાઇ ડાભી (મહુવા), અનિલભાઇ પંડયા (બાપા સીતારામ), કનકસિંહ જાડેજા (વાવડી), લાલુભા સરપંચ (રાજપરા), અનિલભાઇ પટેલ-ભરતભાઇ વાનાણી, ભાવીન ભટ્ટજી, ભગભાઇ સલોત (ચૈન્નઇ), ધીરૂભાઇ માસ્તર, નિલેષકુમાર દોશી (ગાંધીધામ), સુધાન્શુભાઇ (આદીપુર), હિતેષભાઇ ડોડીયા (ભાવનગર), વૈભવ જોષી, ડો. કનખરા, પ્રફુલભાઇ ટોળીયા (ગોંડલ), ધર્મેન્દ્રભાઇ રાજાણી (ગોંડલા), અલ્પેશભાઇ ઢોલરીયા (ગોંડલ) ે. પત્રીકાના  યજમન એશિયાટીક એન્જીનીયરીંગ કોલેજ બી.-ર૭, નેશનલ હાઇવે, ગોંડલ છે.

સંકલન ડો. ચેતન ત્રિવેદી, કરશનભાઇ મેર (સાહિત્ય સમ્રાટ) એ કર્યુ છે.

ભાવિકોને લાભ લેવા આચાર્ય શ્રી રમેશભાઇ શુકલ (ભાગવતાચાર્ય - યજ્ઞાચાર્ય) એ આમંત્રણ પાઠવ્યુ છે.

વધુ વિગત માટે પ્રણવભાઇ આર. શુકલ મો. (૯૪ર૬૪ ૬૮૮૩૬), મો. ૯૪ર૯પ ૦૬પ૩પ), અથવા મો. ૯૦૩૩ર ૭૬૪૦૦) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

વર્ષનો સોૈથી મોટો યજ્ઞ ભારત કુંડઃ ૮ ફૂટની જવાળા નીકળે છે

રાજકોટ તા ૨૨  : શ્રી કાળી ચોૈદશ (કાળ રાત્રી)ના યોજાનાર ।।શ્રી કાળ ભૈરવ મહાયજ્ઞમાં ભારતવર્ષનો સોૈથી મોટો ''યજ્ઞ કુંડ'' છે આઠ ફૂટની જવાળા નીકળે છે.આ યજ્ઞમાં ૨૫૦૦ શ્રીફળ, ૨૦ ડબ્બા સરસવનું તેલ, ૩૦ મણ કાળા તલ, અને ૪૫ મણ કાસ્ટનો ઉપયોગ થશે. ભારતના વિદ્વાન શાબર મંત્રના જાણકાર બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર થશે. ૯૦૦૦ હજાર ભકતો જેમાં આહુતિ આપશે. શાબરી મહાયજ્ઞ થશે.

ભારતમાં ભૈરવનાથના ૪ મંદિરઃ શ્રીકાળ  ભૈરવને લીલુ નાળીયેર-મગજના લાડુ પ્રિય

રાજકોટ તા ૨૨  :  ભારત વર્ષમાં કુલ ૪ ભૈરવનાથના મંદિર આવેલા છે(૧) કાશી (બનારસ) (ર) ઉજૈન, (૩) ઇન્દોર, (૪) ગુજરાતમાં પાલીતાણા  જેમાં પાલીતાણાનું જે મંદિર છે, ભારતનું પ્રથમ કક્ષાનું મંદિર છે, ૭ ફૂટ ઉંચાઇ છે, પ્રતિમાની પ્રતિષ્ઠાને ૧૩૦ વર્ષ પુરા થયેલ છે.. આ મંદિરના આચાર્યશ્રી રમેશભાઇ શુકલ ભાગવત્તાચાર્ય, યજ્ઞાચાર્ય વર્તમાન આચાર્ય છે. એમના દાદાજી અને પિતાશ્રી પણ આચાર્ય હતા. હાલમાં પુ. રમેશભાઇ શુકલાજી છે

''ઓમ હ્ર્ીૅ કાલભૈરવાય નમ : મંત્રની દરરોજ ૧ માળા કરવાથી આત્માને શાંતી મળે મનોકામના સિધ્ધ થાય

રાજકોટ તા ૨૨ : આચાર્ય પૂ. રમેશભાઇ શુકલએ જણાવ્યું છે કે, કાળ ભૈરવની પુજામાં કાળાવસ્ત્ર પહેરવાનું વિધાન છે.

કાળો કલર એ કલીયુગમાં પ્રધાન છે.

કલીયુગમાં: રામેશ્વર કાળા છે, વિઠ્ઠલભગવાન કાળા છે, રણછોડરાય કાળા છે, બદ્રીનાથ તેમજ દ્વારકાધીશ અને સોમનાથજી પણ કાળા કલરમાં છે.

ચંદનનું તિલક, વિષ્ણુ ભગવાનનું છે, કંકુ ભગવતીનું છે, સિંદુર હનુમાનજી અને વીરદેવતાઓનું છે,ભસ્મ : મહાદેવનું તિલક છે, મેશ : એ કાળભૈરવ મહાકાલી તેમજ રૂદ્રદેવતાઓનું તિલક ગણાય છે.

કલીયુગમાં અમુક મંત્રોને લોક કરેલા છે. શાબરમંત્ર એ ખુલ્લા છે, જે લોક કરેલા નથી, પાલીતાણામાં જે યજ્ઞ થાય છે તે શાબર મંત્રોથી કરવામાં આવે છે, જે શિઘ્રફળદાયક છે. સવાલાખ મંત્રથી આહુતિ આપવામાં આવે છે.

ભૈરવ ૬૪ છે, જે આઠ ભૈરવ મુખ્ય છે.

રૂરૂ ભૈરવ- અસિતાંશ ભૈરવ, ભીષણ ભૈરવ, ચંડ ભૈરવ, કપાલી ભૈરવ, ક્રોધ ભૈરવ, સંહાર ભૈરવ, ઉન્નમતભૈરવ

આઠ ભૈરવમાં કાલ ભૈરવ, બટુક ભૈરવ મુખ્ય છે, બટુક ભૈરવ શાંત સ્વરૂપ છે.

શ્રી કાળ ભૈરવ સુદ્ર છે. મુળ મંત્ર છેઃ ઓમ ઓમહ્રીઁ કાલ ભૈરવાયનમઃ ઉપરના મંત્રની દરરોજ ૧ માળા જપવાથી આત્માને શાંતી અને મનોકામના સિધ્ધ થાય છે.

ભીષણો રવઃ યસ્યસ : ભૈરવ

(9:03 am IST)