Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પોરબંદરમાં વ્યાજખોરના ત્રાસથી રિક્ષા ચાલક દ્વારા ઝેર પીને આપઘાતનો પ્રયાસઃ સારવારમાં

વ્યાજ સહિત રકમ ભરી દીધા છતાં વધુ રકમની માગણી કરી ધમકી અપાતી

પોરબંદર તા. રર :.. અહીં નરસંગ ટેકરી ખાડી કાંઠે રહેતા અને રીક્ષા ચલાવતા કેશુ અળશીભાઇ (ઉ.૩૯ એ વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજખોરે ધમકી આપતા તેમણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડાયેલ છે.

રીક્ષા ચાલક કેશુ અળશીભાઇએ મહેશ ભૂતિયા પાસેથી પાંચ હજાર લીધા બાદ દોઢ વર્ષ સુધી દર મહિને હપ્તાની નિયમીત ચૂકવી દેવામાં આવતા હતાં આ રીતે વ્યાજે લીધેલ રકમ ભરી દીધા છતાં વધુ વ્યાજ અને પૈસા લેવા દબાણ અને ધમકી આપીને પોતાને તથા પરિવારજનોને હેરાન કરતાં કંટાળી જતાં કેશુ અળશીએ ઝેર ગટગટાવી લેતા સારવાર માટે ખસેડાયેલ છે.

(11:21 am IST)