Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ધંધુકિયા પરિવારના સુરાપુરા હરજીબાપાના આંગણે અનેરો ઉત્સવ

યજ્ઞોત્સવ, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ, મહાપ્રસાદનું જાજરમાન આયોજન

રાજકોટ તા.રર : ધંધુકિયા પરિવારના સુરાપુરા હરજીબાપાની અસીમ કૃપાથી કાલાવડ તાલુકાના મોટાવડાળા અને પ્રગટેશ્વર મંદિર ખાતે તા.૩/૧૧/૧૯ ને રવિવારે સુરાપુરા હરજીબાપાના મંદિરે અને સુરાબાપાની ખાંભીએ હવનનું આયોજન કરેલ છે. તા.રને શનિવારે સાંજે દાડીયારાસ અને રાત્રે ૯-૩૦ કલાકે સંતવાણી યોજેલ છે. જેમાં ભરતભાઇ બારોટ ભજનીક, ચાંદનીબેન હીંગુ-લોકગાયીકા, પ્રફુલભાઇ બગથરીયા, સાહિત્ય, તેમજ સાજીંદા પોતાની કલા પીરસશે. મુખ્ય સાતકનો ચડાવો તા.ર/૧૧/૧૯ શનીવારે સાંજે કરવામાં આવશે

સુરાપુરા હરજીબાપાને ચાંદીની પાઘડીથી પ્રગતિ એસ્ટેટ એજન્સીવાળા વલ્લભભાઇ ધંધુકિયા, જયેશભાઇ ધંધુકિયા, રસીકભાઇ ધધુકિયા, જેન્તીભાઇ ધંધુકિયા હાલ સુરત (ગામ ખાંભા) પરિવાર  નવાજશે.

તેમજ જેરામભાઇ ધંધુકિયા-ગોંડલ, કેશવલાલ ધંધુકિયા ગોંડલ, પ્રવિણભાઇ રવજીભાઇ ધંધુકિયા, મનોજભાઇ બાબુભાઇ ધંધુકિયા, કિશન એમ.ધંધુકિયા(રાધેક્રિષ્ન સ્ટુડીયો) ચેતનભાઇ પ્રફુલભાઇ ધંધુકિયા, એસ.કે.પેકેજીંગના હસમુખભાઇ ધંધુકિયા અને યતિનભાઇ ધંધુકિયા રાજકોટ વગેરે દાતાનો સહયોગ સાંપડેલ છે.

સમગ્ર કાર્યક્રમ માટે ડાયાભાઇ ધંધુકિયા-કાલાવડ, મનસુખભાઇ ધંધુકિયા-વડાળા, હેંમતભાઇ ધંધુકિયા-રાજકોટ, પ્રફુલભાઇ ધંધુકિયા રાજકોટ, જેરામભાઇ ધંધુકિયા-ગોંડલ, પ્રવિણભાઇ ધંધુકિયા-રાજકોટ વગેરે સેવાભાવી જહેમત ઉઠાવી રહ્યા છ.ે આ ધાર્મિક પ્રસંગે ધંધુકિયા સહપરિવાર પધારી મહાપ્રસાદ લેવા તેમજ આહુતી આપવા સમસ્ત ધંધુકિયા પરિવાર દ્વારા જણાવાયું છે.

(11:20 am IST)
  • મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : પુણેના શિવાજી નગર પોલિંગ બૂથમાં અંધારા : વિદ્યુત પ્રવાહ ખોરવાઈ જતા મીણબત્તીના અજવાળે વોટિંગ access_time 12:41 pm IST

  • આંધ્રના નેલોરથી કાવેલી વચ્ચે ભારે વરસાદ પડશે : લો પ્રેસર પશ્ચિમને બદલે ઉત્તર તરફ આગળ વધ્યું છે. પરીણામે દક્ષિણ આંધ્ર પ્રદેશમાં નેલોરથી કાવેલી સુધી ભારે વરસાદની આગાહી થઇ છે. ચેન્નાઇમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઇ છે. બંગાળના અખાતથી સીસ્ટમ્સ આંધ્રના કાંઠે ભારે વરસાદ લાવશે. access_time 12:54 pm IST

  • જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ ન, 3 ની પેટા ચૂંટણીમાં 38,42 ટકા મતદાન થયું : દિવાળી તહેવારોને કારણે મતદારોમાં નીરસતા : access_time 3:35 pm IST