Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કચ્છમાં બે વર્ષની બાળકી ઉપર પડોશી ઢગા દ્વારા દુષ્કર્મના પ્રયાસથી ચકચાર

માંડવીના ગઢશીશા ગામે નાના ભાઈને રડતાં જોઈ જાગૃત લોકો દોડી જતાં ફૂલ જેવી માસુમ બહેન પીંખાતી બચી ગઈ અને હવસખોર યુવાન નાસી છૂટ્યો, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો

ભુજ, તા.૨૨: કચ્છના માંડવી તાલુકાના ગઢશીશા ગામે ઢગા દ્વારા પોતાની પડોશમાં રહેતી નાની બાળાને ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ કરવાના પ્રયાસે ચકચાર સર્જી છે.

ફળિયામાં રમી રહેલા પોતાના પડોશી એવા નાની ઉંમરના બે ભાઈ બહેનોને ફોસલાવીને હવસખોર ઢગો મહેશ ઝવેરલાલ આઠુ બજારમાં બની રહેલા નવા મકાન તરફ લઈ ગયો હતો. દરમ્યાન બાળાના ભાઈને બજારમાં મૂકીને આરોપી મહેશ બે વર્ષની બાળકીને નવા મકાનની અગાશી ઉપર લઈ ગયો હતો. જોકે, પોતાની બહેનને લઈને પડોશી યુવાન મહેશ લઈ જતા આ બાળક રડવા લાગ્યો હતો. એટલે, આજુબાજુના દુકાનદારોએ પૂછપરછ કરતા આ બાળકે રડતાં રડતાં વાત કરી હતી.

તે દરમ્યાન મકાનની અગાશી ઉપરથી પણ બાળકીનો રડવાનો અવાજ આવતાં લોકોને કંઈ અજુગતું બની રહ્યું હોવાની શંકા જતાં સૌ અગાશી ઉપર દોડી ગયા હતા. જેને પગલે બે વર્ષની માસુમ બાળકી ઉપરે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરી રહેલ હવસખોર ઢગો ગભરાઈને અગાશી ટપી નાસી છૂટ્યો હતો. જોકે, તે ગામનોજઙ્ગ યુવાન હોઈ લોકો તેને ઓળખી ગયા હતા અને મહેશ ઝવેરલાલ આઠુ નામના આ યુવાનની આવી ધૃણાસ્પદ હરકત સામે ફિટકાર વરસાવ્યો હતો.

પોલીસે બાળકીના પરિવારની ફરિયાદ લઈને આરોપી મહેશને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ઘ પોકસો સહિતની કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માસુમ અને નાની ઉંમરના રડતા ભાઈએ પોતાની જાગૃતિથી ફૂલ જેવી માસુમ બહેનને એક હવસખોર યુવાનના હાથમાંથી બચાવી લીધી હતી.

(9:50 am IST)