Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સરદાર પટેલની ખ્વાહિશ અખંડ-સુરક્ષિત ભારતના સંદેશને સીમાડા વટાવવા અપીલ

ભૂજ ખાતે એકતા રથોને પ્રસ્થાન કરાવતા રાજયમંત્રી વાસણભાઇ આહિર

ભુજ, તા.૨૨: ભારત વર્ષના એકમેવ લોહ પુરૂષ, અદ્રિતિય સરદાર પટેલની દિલી ખ્વાહિશ એક, અખંડ, સુરક્ષિત ભારતનો સંદેશ દેશના સીમાડા પાર કરી જવો જોઇએ તેવું લોકહર્ષનાદ વચ્ચે જણાવતાં રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે ભુજ ટાઉનહોલ ખાતેથી એકતા રથોને મહાનુભાવો સાથે આદરાંજલી, પૂજન, અર્ચન કરતાં મહાનુભાવો સાથે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

તેમણે આ પ્રસંગે આયોજિત જન સભાને સંબોધતાં રાષ્ટ્રના વીરો સરદાર પટેલ, પંડિત શ્યામજી કૃષ્ણવર્મા બાબા સાહેબ આંબેડકર, મુઠ્ઠી ઉંચેરા અટલજી, મોરારજી દેસાઇ જેવી વિભૂતિઓનું માન, સન્માન, આદર નવી પેઢીઓ, આવનારું ભારત વર્ષ કરે તેવો માહોલ, તેવું સંસ્કાર સિંચન સુજ્ઞજનો બાળકોમાં કરે તેને સમયનો તકાદો ગણાવતાં મહામાનવ પૂ.બાપુના સ્વચ્છાગૃહને આત્મસાત કરવા ઉપસ્થિતો, કચ્છ પ્રદેશને આહવાન કર્યુ હતું.

તેમના પ્રવચનના સમાપનમાં શ્રી આહિરે કચ્છ પ્રદેશની સાહસિક પહેલના ઈતિહાસને સ્મરતાં લધુ ભારત એવું કચ્છ સરદાર પટેલને આદરાંજલી આપવામાં કયાંય કમી નહીં રાખે તેવું ગૌરવ પૂર્વક જણાવતાં એક બનીએ, નેક બનીએ શ્રેષ્ઠ બનીએ નો અંતરનાદ ગગનચૂંબી ગુંજવ્યો હતો.

આ પ્રસંગે કચ્છ-મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા એ દેશના મહાનાયક પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૩૧મીએ સરદાર પટેલ જયંતિએ ૧૮૨ મીટર ઉંચી વિરાટ પ્રતિમા અનાવરણને અવિસ્મરણીય, એકમેવ અદ્રિતિય કરી દેવા ભાવભીનો અનુરોધ કરતાં સ્વચ્છ ભારત મીશન અંતર્ગત કચ્છડાનું વ્હાલસોયું પાટનગર ભુજ અવ્વલ રહેશે તેવો અંતરનાદ વ્યકત કર્યો હતો.

તેમણે કચ્છ નહી દેખા તો કુછ નહીં દેખાનો સમૂહનાદ ગુંજવતાં કચ્છ સમેત ગુજરાતના ગૌરવવંતા સપુતો એ જે દેશપ્રેમ, માનવતા પ્રેમ દાખવ્યો છે તેમાં સોનામાં સુંગધ દિર્ધદષ્ટા નરેન્દ્રભાઇ મોદીએ મેળવી છે તે નિઃસંદેહ, નિવિર્વાદ છે તેવો રણટંકાર વ્યકત કર્યો હતો.

પ્રારંભમાં પ્રસંગ પરિચય, મંત્રીશ્રી મહેમાનોનું પુસ્તકે સ્વાગત જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહન, ડીડીઓશ્રી પ્રભવ જોશી, અધિક કલેકટરશ્રી ડી.આર.પટેલ, ડીઆરડીએ ડાયરેકટરશ્રી એન.કે.જોશી, ભુજ પ્રાંતશ્રી રવિન્દ્રસિંહ જાડેજા, નોડેલ મહાવીરસિંહ રાઓલ, ડીડીઓશ્રી અશોકભાઇ વાણીયા, ડીઇઓશ્રી રાકેશ વ્યાસ, ડીપીઇઓશ્રી સંજય પરમાર તથા અધિ/કર્મીઓએ કર્યુ હતું. સંચાલન આભારદર્શનશ્રી સ્નેહલ વૈધે કર્યુ હતું.

આ પ્રસંગે પૂર્વ રાજયમંત્રીશ્રી તારાચંદભાઇ છેડા, માંડવી-મુન્દ્રાના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ નગર કારોબારીશ્રી ભરત રાણા, માંડવી તા.પં.કારોબારીશ્રીરાણશીભાઇ ગઢવી, કેડીસીસીના શ્રી દેવરાજભાઇ ગઢવી, ભુજ ભાજપા પ્રમુખશ્રી નવીન લાલન, તાલુકા ભાજપા પ્રમુખશ્રી ભુવા, માંડવી નગરપ્રમુખશ્રી મેહુલ શાહ, અંજાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયોત્સનાબેન દાસ, વરિષ્ઠજનશ્રી દિલીપ ત્રિવેદી, દેવજીભાઇ લીંબાણી, દેવજીભાઇ વરચંદ, કિરીટ સોમપુરા, ગોપાલભાઇ ધુવા, રાજુભાઇ પલણ, અજયભાઇ ગઢવી, અંજાર નગરપ્રમુખ ખાંડેકાબેન, રેશ્માબેન ઝવેરી, અશોકભાઇ હાથી, પ્રવિણ પીંડોળીયા, દેવજીભાઇ લીંબાણી, શ્રી વરચંદભાઇ, અનવર નોડે,પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, આમદભા જત, ભરત સંઘવી, જયેશ ઠકકર, નોડેલશ્રી મહાવીરસિંહ રાઓલજી, સીવીલ સર્જનશ્રી ડો.કશ્પય બુચ, સિંચાઇ કાર્યપાલકશ્રી પાડવી, શ્રી મુકેશ જોશી, ખેતીવાડી અધિકારીશ્રી શિહોરા, હકીભાઇ ઠકકર, વિવિધ હોદેદારો, સમાજ કલ્યાણના શ્રી બારોટ, જિલ્લા ઉદ્યોગના શ્રી જયકુમાર શાહ, શ્રી અખિલેશભાઇ અંતાણી, સરદાર પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(૨૩.૪)

(12:11 pm IST)
  • સુરત :નવરાત્રિમાં વેકેશન ન આપનારી ખાનગી શાળાઓ 21 દિવસનું દિવાળી વેકેશન રાખશે: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો નિર્ણય:દિવાળી વેકેશનમાં કોઈ ફેરફાર નહીં access_time 2:50 pm IST

  • આસામ અને અરૂણાચલ પ્રદેશમાં પૂરનો ખતરો:આસામના 10 ગામ પાણીમાં ગરકાવ: આસામ અને અરૂણાચલ પ્રદેશમાં તંત્ર હાઈ એલર્ટ પર:તિબેટમાં લેન્ડ સ્લાઈડ થઇ નદીનો રસ્તો બંધ થતા કૃત્રિમ તળાવ બન્યુ: access_time 4:38 pm IST

  • અમદાવાદમાં વકરતો રોગચાળો: છેલ્લા એક જ અઠવાડિયામાં ટાઈફોડના ૬૫ અને કમળાના ૫૮ નવા કેસો નોંધાયા access_time 1:12 am IST