Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

પોરબંદરમાં અણઉકેલ હત્યા કેસ તથા બંધ મીડલ સ્કુલ સહિત પ્રશ્નો ઉકેલવા ઉચ્ચકક્ષાએથી પ્રયત્નો જરૂરી

(હેમન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૨૨ : નજીકના દિવસોમાં શરદ નવરાત્રી શરૂ થાય છે. વડાપ્રધાનશ્રી દેવી ભકત છે. નવરાત્રી અનુષ્ઠાન નવ દિવસનું માત્ર જલ લઇ કરે છે તે પહેલા પોરબંદર શહેર અને જીલ્લાના નાગરિકોમાં છેલ્લા અઢી દાયકાથી અને બે દાયકાથી વાત હૃદયમાં ગુંથાયેલ ગડમથલ કરી અને સત્ય શોધ કરી રહી છે ત્યારે માનનીય ભારતના વડાપ્રધાન સત્ય શોધ કળા પોરબંદર શહેર જીલ્લાના નાગરીકો તટસ્થ રહી સત્યશોધમાં સહયોગ આપે તેવી અપેક્ષા સાથે માત્ર બે મુદ્દા લક્ષમાં લઇ બંધારણ કાયદાની તટસ્થતાથી ગરિમા જાળવી સાચા અર્ર્થે લોકશાહીની મશાલ જીવંત રાખવા સહભાગી થવા માંગણી છે.

સૌપ્રથમ લોકહૃદયમાં સંગ્રહાયેલ વેદોના મંથન કરવા છતા શાંતિ આવતી નથી. આશ્વાસન સાથે સત્ય ઉકેલ શોધે છે. તેમા જીલ્લા વહીવટી શાસનમાં જે સફેલ કોલર ધરાવતા ગુન્હાહીત તત્વનો રાજકીય આશ્રય નીચે બંધાણ અને કાયદાના નિતી નિયમો સરકારના નામે જે કાંઇ કરી રહ્યા છે તેને અટકાવવાની અને ફરજ જવાબદારીનું ભાન કરાવવાનો સમય પાકી ગયો છે તેનુ શુધ્ધીકરણ જરૂરી છે.

સ્થાનિક ભાજપ મહામંત્રીશ્રી તથા સામાજીક કાર્યકર નરેન્દ્રભાઇ ડી. ખત્રીનો હત્યાના આરોપી હજુ સુધી મળેલ નથી! હત્યા થયા બાદ જે તે સમયે એલસીબી પાસે ચર્ચીત હકીકત પ્રમાણે આરોપી હાજર પણઇ થઇ ગયેલ. એલસીબી પો.સ.ઇ પોતાની ફરજ જવાબદારી સમજી આરોપીઓને પકડવા એરેસ્ટ મેમો તૈયાર કરેલ. અટક થાય તે પહેલા જ તપાસની અધિકારીની બદલી કરી નાખવામાં આવી અને મધ્યરાત્રીના માધવપુર (ઘેડ) પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવેલ.  તે સમયે પોલીસ બેડામાં ચર્ચા સાથે કર્તવ્ય ફરજ નિષ્ઠ અધિકારીનુ સ્ટેન્ડ થવુ પડેલ. જે તે સમય જીલ્લા પોલીસ વડાને પણ મૌન રહેવુ પડેલ આજ દિન સુધી હવામાં સત્ય ઘુમે છે. કમલાવાળા પોલીસમાં નોંધાયેલ તે પ્રથમ ફરીયાદ ચર્ચામાં રહી છે. કમલાબાગની ફરતે દુકાન બનાવવાનો મુદ્દો દર્શાવેલ છે.

જે તે સમયે ભાજપના મોભી બુર્ઝુગ વડી વડીલથી એલ.કે.અડવાણી સોમનાથ દર્શને આવેલ અને દર્શન કરી તેઓશ્રી પોરબંદર ખાસ સ્વ.નરેન્દ્ર અત્રીના પરિવારને આશ્વાસન આપવા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે પોરબંદર આવેલ ત્યારે તેઓશ્રીએ આશ્વાસન આપેલ કે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરશે. આવી આવા પ્રકારની ગુન્હાખોરી ચલાવી શકાય નહિ. જે તે સમયે ગુજરાતની કાયદા વ્યવસ્થા ચર્ચામાં હતી નબળી હતી તેમાં પણ પોરબંદર શહેર અને જીલ્લામાં કેવી હતી તે સરકારના રેકર્ડમાં મોજુદ છે એટલુ જ નહિ આદરણિય એલ.કે.અડવાણી ભારત સરકારમાં બીજી મનની વાત પોરબંદર શહેર અને જીલ્લાના નાગરીકોની એ કહી છે કે અક્ષર જ્ઞાન માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ મધ્યમ નબળા વર્ગ માટે મુકાયેલ છે તેનો અમલ યોગ્ય રીતે લાભાર્થી સુધી પહોચે છે? અહીતો છેલ્લા બે દાયકાથી કોઇપણ કારણ વગર વિદ્યાર્થી સંખ્યા મળતી નથી તેનુ કારણ બતાવી પોરબંદરની હેન્ડ્રીક મેમોરીયલ સ્કુલ બંધ કરી દેવામાં આવેલ. વજુદ વગરનું કારણ બતાવી મિડલ સ્કુલ બંધ કરી દેવામાં આવેલ તેનુ રહસ્ય શુ? જે તે સમયે પુર્ણ સંખ્યા મળતી હોવા છતા મિડલ સ્કુલમાં ભણતા વિદ્યાર્થીની સંખ્યા ક્રમશઃ ક્રમશઃ ઘટાડી બંધ કરી દેવામાં આવી. શિક્ષણસ્તરને ઠેસ પહોચાડી પાકી બંધાણી શાળા વિશાળ પ્લે ગ્રાઉન્ડ ચારે દિશાથી હવા ઉજાશ સેંકડો ચો.વારમાં પથરાયેલ. ફુટપાથથી લઇ બંગલા સુધીના વિદ્યાર્થીઓ એક સાથે ભણતા કેટલાક વિદ્યાર્થી અભ્યાસ પુર્ણ કરી સરકારમાં જોડાયેલ છે. આ શાળાને વિદ્યાર્થીની સંખ્યા મળતી નથી. તેનુ કારણ ઉભુ સ્થાપતિ હિતોના ઇશારે તુચ્છ સ્વાર્થ ખાતર સફેદ કોલરનો વીઆઇપી કાર્યકરોને લાભ મળે. આ શાળાની જમીન હડપ્પ કરવા, સરકારમાં ગમે તેમ આડીઆવળી રજૂઆત કરી શાળા બંધ કરવી આજપણ સ્થિતિ છે. શાળા પુનઃ શરૂ કરવા અનેક વખત રજૂઆત સરકારમાં કરવામાં આવે છે. માત્ર આશ્વાન મળે છે.

વર્તમાન સંજોગ સ્થિતિએ કોરોના લોકડાઉનએ સરકારની તેમજ નાગરિકોની આંખ ખોલી દીધી છે. માર્ચ માસથી શરૂ થયેલ લોકડાઉન કોરોના સંક્રમણમાં શાળા કોલેજ બંધ હોવા છતા ખાનગી સ્કુલ ચલાવતા માલિકો કે ટ્રસ્ટ સંચાલીત શાળાઓના ટ્રસ્ટીઓના દ્વારા વડી અદાલતનું માર્ગદર્શન હોવા છતા ધાકધમકી અને દબાણથી નબળાવર્ગના મધ્યમવર્ગના વાલીઓ પાસેથી ધરાર ફી વસુલી રહ્યા છે. મોટાભાગના વાલીઓએ શિક્ષણ વર્ગ ૨૦૨૦-૨૧માં પોતાના બાળકોને શાળાએ નહી મોકલવાનુ નકકી કરેલ છે. અપીલ કરેલ છે. તેમ છતા માનસિક ત્રાસ ભોગવે છે ત્યારે વાલીઓ પોતાના સંતાનના ભવિષ્ય ન બગડે તે માટે બંધ પડેલ મિડલ સ્કુલ શરૂ કરવા સરકારમાં રજૂઆત કરે છે.

રાહતરૂપ પગલા લેવા ખુશી જણાતા નથી આ બાબતે સરકાર ચુપ કેમ? ગુજરાત સરકાર પણ શુ જુઠુ સત્યને છત્ર આપી રક્ષણ કરે છે ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ પોરબંદરની બંધ પડેલ મિડલ સ્કુલ પુનઃ શરૂ કરાવવા માટે મન કી બાતમાં જાહેરાત કરી અમલ કરે તેવી લાગણી છે. શિક્ષણનું સર ઘટાડવા કઇ ગેંગ સરકારમાં સક્રિય છે તેની તપાસ જરૂરી છે.

જીલ્લા કલેકટરશ્રી જીલ્લા વિકાસ અધિકારી, શિક્ષણ અધિકારી સત્યની કેડી પર આગળ રહી બંધ પડેલ મિડલ સ્કુલ શરૂ કરાવે અને ભાવિપેઢીના ભવિષ્યમાં સહાય બને તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે.

(11:38 am IST)